________________
૧૨૩
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારશ
=
આસન – પ્રાણાયામની કસરતા તા પરદેશમાં નાચનારી કે ખેલાડીઓ પણ અપનાવી રહ્યાં છે. એ શારીરિક કસરતના પણ યાગમાં ઉપયોગ છે જ; પણ ખરો યાગ તો ધ્યાન-સમાધિ જ સમગ્ર સૃષ્ટિ કે જીવનથી વ્યક્તિનું જુદાપણું કે અહંપણું દૂર કરી, સમગ્ર સાથે એકાત્મભાવ પ્રાપ્ત કરાવે છે. વ્યક્તિના અહંભાવ – ego – ૪ સમગ્ર સૃષ્ટિ કરતાં જુદાપણાને ખ્યાલ ઊભા કરાવીને – અરે, સમગ્ર સૃષ્ટિને પોતાના ઉપભાગ માટેની અને માલકીપણા માટેની વસ્તુ ગણાવીને તેની મારફત સમગ્ર સૃષ્ટિનું શોષણ અને વિનાશ નિપજાવે છે.
-
૮. અફાટ પાણીવાળું એક સરોવર કલ્પા. પછી માટીના એક ઘડો લાવી તેમાં સરોવરમાંથી પાણી ભરો. તરત જ એ ઘડામાંનું પાણી આખા સરોવરના પાણી કરતાં જુદા આકાર, જુદા ગુણધર્મ, અરે જુદી કાર્યક્ષમતા ધારણ કરશે. પણ ખરી રીતે એ પાણી સરોવરના પાણી કરતાં જુદું છે જ નહિ ! એ ઘડાનું ઢીંકરું તે! આપણે આપણાં વિશિષ્ટ પ્રયોજનાને અનુલક્ષીને ઊભું કરેલું કૃત્રિમ કાટલું છે. તે કોટલું ફોડી નાખીએ, તે એ પાણી સરોવર સાથે જ પાછું એકરૂપ થઈ જાય !
તેવી જ રીતે સમગ્ર જીવન સૃષ્ટિમાંથી આપણે આપણા કૃત્રિમ અહંભાવ – ego – ઊભા કરીને જ જુદાપણું માની બેઠા છીએ. અને એ અહંભાવ – આપણા એ જુદા જીવભાવ જ – પછીની આપણી બધી યાતના, મૂર્ખાઈ અને ભ્રમણાઓનું મૂળ બની રહે છે. પરિણામે આપણે માનવ – માનવ વચ્ચે તે શું, પણ સમગ્ર પ્રાણી-જગત કે સમગ્ર સૃષ્ટિથી અલગપણાના ઘમંડમાં આવી જઈ, આખી સૃષ્ટિને આપણા ઉપભોગ માટેની ચીજ માનીને તેના ઉપર રાત અને દિવસ અત્યાચાર કરીએ છીએ.
૯. અહીં આગળ જ શ્રી. ભમગરા ભાર મૂકીને કહી દે કે, એ અહંભાવને દૂર કર્યા વિના આપણા છૂટકો થવાના નથી. કારણકે, તેમ કર્યા વિના આપણી યાતનાઓના અને મૂર્ખાઈના છેડો આવવાના નથી. એ અહંભાવ દૂર કરવાના એકમાત્ર માર્ગ ‘યોગ' છે. કારણકે, માગ એટલે ધ્યાન-સમાધિ; અર્થાત્ જે સ્થિતિએ પહોંચતાં વેંત ઘડાના ઢીંકરા જેવું આપણું એ કૃત્રિમ અહંપણું દૂર થઈ જતાં સમગ્ર ચેતના સાથેના આપણા એકાત્મ ભાવ પ્રગટ થાય છે. ત્યારે જ આપણે પ્રાણીમાત્ર તે શું પણ અમાત્ર સાથે એકાત્મભાવ અનુભવીએ છીએ; અને પછી કોઈ પ્રાણીની હિંસા કરવાની કે કોઈ પદાર્થના ઉપભાગ કે નાશ કરવાની ભાવના જ બાકી રહેતી નથી. જયાં બધું જ એક આત્મારૂપ બની ગયું, ત્યાં કોણ કોને મારે કે ભાગવે?