________________
૧૩૬
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આપણે આઝાદ થઈશું, એટલે પછી આપણે ગુમાવેલી કીતિ – આપણી પ્રાચીન ભવ્યતાને વારસો આપણે જરૂર પાછો મેળવીશું; - અને આપણે દેશ ફરીથી દુનિયાને એક અગ્રણી દેશ બનશે.
પરંતુ એ બધી ધારણાઓ ખોટી પડી છે; આપણે આપણું એ ધ્યેય સિદ્ધ કરી શક્યા નથી. ઊલટું દેશનું સમગ્ર ચિત્ર કાળું – નિરાશાજનક બની રહ્યું છે. આઝાદીનાં ૫૦ વર્ષો દરમ્યાન પરિસ્થિતિમાં કશો ફેર પડયો નથી. ગેર માલિકોને બદલે હવે ઘઉંવર્ણા માલિકો આવ્યા છે, એટલું જ, બાકીનું બધું તો જેમનું તેમ જ રહ્યું છે, અથવા સાચું કહીએ તે વધુ વણસી ગયું છે.
૪. આઝાદી એ કઈ અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. આઝાદી તો આપણું ભવિષ્ય નવેસર ઘડવાનું માત્ર સાધન કહેવાય. એ સાધન વડે તે આપણે વધુ નીરોગી – વધુ સમૃદ્ધ - વધુ ભવ્ય ભારત દેશ ઘડવો જોઈતો હતો – એવે દેશ જેને દરેક નાગરિક સમગ્ર દેશના સામૂહિક હિત માટે કાર્ય કરતે હોય – પિતાનું અંગત હિત જ તાકત ન હોય.
પરંતુ કમનસીબે આપણા “નવા માલિકો'ની ટૂંકી દૃષ્ટિ, મૂઢતા અને સ્વાથીપણાને લીધે આપણે અવળે રસ્તે ચડી જઈ, આપણા સાચા ધ્યેયથી દૂર નીકળી ગયા છીએ;– અરે, પહેલાં કરતાં પણ વધુ બદતર બન્યા છીએ.
૫. આપણે વધુ બુદ્ધિમાન, સુધરેલા અને પ્રગતિશીલ બન્યા છીએ એમ માનીને કે વિચારીને આપણે આપણી જાતને જ છેતરી રહ્યા છીએ. વસ્તુતાએ આપણે અંધારામાં જ ભૂસકો માર્યો છે; અને વીજળીની ઝડપે અધોગતિ તરફ કૂચ આરંભી છે. જો આપણે ઝીણી નજર કરીને જોઈએ, તો જણાશે કે આખી માણસ-જાતના ઇતિહાસમાં આપણે આ કાળામાં કાળો યુગ છે.
૧. આપણાં શરીર કે જે સમગ્ર પ્રવૃત્તિ કે પ્રગતિનું મૂળ કહેવાય, અરે જે ખરી રીતે પરમાત્માને વસવા માટેનાં “મંદિર’ છે. તેમને આપણે માત્ર ગંદો કચરો ભરવાનો ઉકરડો બનાવી મૂકયાં છે. રાતે અને દિવસે આપણે આપણાં શરીરોમાં મરી ગયેલા, પોષકત વિનાના તથા ખનિજતથી રહિત એવા ખોરાકો ઠાંસ્યા કરીએ છીએ – અરે, માણસજાતે કદી ન જોયેલા અત્યાચાર શરીર ઉપર કરીએ છીએ. આપણે “શું ખાવું જોઈએ,