Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 182
________________ ગાંધી ફિલમની કહાણી an પરંતુ જાણે જગન્નિયંતાની જ યાજના કામ કરી રહી હોય, તેમ, છેવટે ભારત તેમ જ ગાંધીજી વિષે કશું ન જાણનાર એક અંગ્રેજ બચા જ એ ફિલમ બનાવવા તૈયાર થયો: લૂઈ ફિશરના ગાંધીજી વિષેના પુસ્તકનાં થોડાં પાન વાંચવા માત્ર! પણ માત્ર ઇચ્છા રાખ્યું બધું ઓછું પતી જાય છે? તે અંગ્રેજ પોતે તે મુખ્યત્વે એક ઍકટર હતા; ફિલમનું નિર્દેશન કે નિર્માણ કરવાના તેને ખાસ અનુભવ ન હતા. છતાં જાણે ઈશ્વર જ તેને (ભૂતની પેઠે) વળગ્યા હાય તેમ, વીસ વીસ વર્ષ સુધી, ગાંધીજીની ફિલમ બનાવવાની પાતાની એ ઇચ્છાને વળગી રહી, પેાતાની કારકિર્દી તથા કમાણીને પણ જેખમમાં નાખ્યા કરીને તેણે તે કામ કેવી રીતે પાર પાડયું, એની કથા ખરેખર રોમાંચક છે. લેવિન જેવાના યહૂદી-માનસનેા, તથા અંગ્રેજી હકૂમતમાંથી ભારતને આઝાદ કરાવનાર પ્રત્યે સામાન્ય અંગ્રેજને વિરોધ તા સમજી શકાય છે; પરંતુ ભારતના કેટલાય ખેરખાંઓના પણ વિરોધ વેઠવા પડે, અરે તે વેળાના રાષ્ટ્રપતિએ વાઇસરૉય-ભવન તરીકે ત્યાં ચાલેલી ચર્ચા-વિચારણાઓના સીન લેવા ખાતર આજના રાષ્ટ્રપતિ-ભવનના ઉપયોગ કરવા દેવાની પણ ના પાડી, અને તેથી રાષ્ટ્રપતિ-ભવનનાં માત્ર બહારનાં પગથિયાં ઉપર ચડતા ગાંધીજીના જ સીન લઈ શકશેા, – એ બધું આપણને વિચારમાં નાખી દે તેવું છે. -- આ આખી કથા ઘણા ટૂંકાણમાં છતાં ઘણી સરળતાથી સંપાદક આ પુસ્તકમાં ઉતારી શકયા છે, તેથી ગુજરાતી વાચકને તે બધું જાણવું ઘણું સરળ થઈ પડશે, એ આશાથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ૩૦-૧૧-૮૫ ગુ૦ – ૧૧ પુ॰ છે. પહેલ મત્રો

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238