________________
ગાંધી” ફિલમની કહાણી .
[ફિલમ-નિર્માણની એક અનોખી કથા] સંપાદકઃ ગેપાળદાસ પટેલ
કિ. ૧૦-૦૦ પ્રકાશક પુત્ર છેપટેલનું નિવેદન ભારત દેશે એકવીસમી સદીએ પહોંચતા પહેલાં આત્મહત્યા કરવાનું નિરધાર્યું હોય એમ લાગે છે.
નહિ તો દેશે આદરેલા આઝાદી માટેના સંગ્રામની, જે ગાંધીજીએ, દેશોત્થાન માટેના જરૂરી સાધને જોગવીને પૂર્ણાહુતિ સાધી આપી, તે ગાંધીજી અને તેમનાં તે સાધનાને ભારત દેશે કદી આટલો જલદી જાકારો આપ્યો ન હતા. આજે કે હજુ પણ “ગાંધી’ શબ્દ તે દેશમાં ચારે બાજુ રટાય છે; પણ તે તે પારસી કોમની અટક છે, મેહનદાસ કરમચંદની નહિ.
સદીઓથી પરદેશીઓની ગુલામી વેઠીને મુડદાલ બની ગયેલ પ્રજામાં નવચેતન ઊભું કરવા ગાંધીજીએ સત્ય, અહિંસા, દેશપ્રેમ, સ્વદેશી, માતૃભાષા, રાષ્ટ્રભાષા, સંયમ, ત્યાગ, દારૂબંધી, રેંટિયો, ખાદી, વગેરે જે અત્યંત જરૂરી સાધનો કે શસ્ત્રો દેશને ધારણ કરાવ્યાં હતાં, તેમને ત્યાગ કરીને બદલામાં આજે અંગ્રેજી, દારૂ, નિરોધ, આધુનિક યંત્ર અને ટેકનોલૉજી તથા અનિયંત્રિત ભોઐશ્વર્યની લાલસાને સ્થાપવામાં આવ્યાં છે.
ઉપરાંત, આ વર્ષે કોંગ્રેસની શતાબ્દી ઊજવવામાં આવી રહી છે –
– પરંતુ કઈ કોંગ્રેસની? જે કોંગ્રેસે ગાંધીજીની પિતાના સભ્યપદેથી હકાલપટ્ટી કરી હતી, અથવા કહો કે જે કોંગ્રેસથી જાતે જ છૂટા થઈ જવા જેટલી ખેલદિલી ગાંધીજીએ દાખવી હતી –
કારણ કે, દેશના બે ભાગલા પાડેલું સ્વરાજ ગાંધીજીને ખપતું ન હતું, અને તે વખતના બીજા કોંગ્રેસી નેતાઓ ભાગલા પાડેલું સ્વરાજ સ્વીકારી લેવા અધીરા થઈ ગયા હતા –
તથા સ્વરાજ મળ્યા પછી કોંગ્રેસે રાજસત્તા ધારણ કરવાને બદલે લોકસેવા-સંવમાં પરિવર્તિત થઈ જવું, એવો વિચાર ગાંધીજીએ છેવટના ૨જ કર્યો હતો, જે વિચાર પણ કોઈ કોંગ્રેસીને મંજૂર ન હતું!
૧૫૯