________________
સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક નિદ્રા
લેતાં નાગરિકને શીખવે ૧. અમેરિકાની પ્રજા દુનિયામાં માંદામાં માંદી પ્રજા છે. ત્યાંના કૂતરાં ને બિલાડાં પણ માંદાં છે: એ પાલતુ પ્રાણીઓમાંનાં દશ ટકા પ્રાણીઓને ડાયેબિટિસ રોગ થયેલો હોય છે! પરંતુ તે દેશ પાસે એટલું બધું ધન છે કે તે એના બધા રોગોને બરદાસ્ત કરી શકે છે – અર્થાતુ રોગી રહેવાનું ખર્ચ ઉપાડી શકે છે. પરંતુ આપણે કિડનીના ડાયેલિસીસ પાછળ માણસ દીઠ ૬૪,૦૦૦ રૂપિયા વર્ષે ખર્ચી શકીએ? અને ધારો કે ખર્ચી શકીએ, તે પણ તેના કરતાં કિડનીને નીરોગી રાખીને જીવવું વધુ પસંદ કરવા જેવું નહિ?
૨. તે જ રીતે હૃદયને બગડવા દઈને પછી “ઈન્ટેન્સિવ કાડયાક કેર યુનિટમાં સારવાર માટે ભરતી થવું, તેના કરતાં હૃદયને નીરોગી રાખવું વધુ સારું નહિ? - એ બધાં યંત્રો અને પ્રક્રિયાઓ તે રોગને ભેગ બની ચૂકેલા માટે છે. પરંતુ સદૂભાગે મોટા ભાગના લોકો એ રોગોના ભોગ બન્યા હોતા નથી. તેમને એવી જલદ – ઇન્ટેન્સિવ – સારવારની પણ જરૂર નથી; તેમને તે કસરત, સાચે ખોરાક અને માનસિક સહજ અવસ્થારૂપી વ્યાપક – “એકસ્ટેન્સિવ’ સંભાળ રાખીને જીવવાની ટેવ પાડવામાં આવે, તે પેલી બધી પ્રક્રિયાઓની જરૂર જ ન પડે.
૩. અલબત્ત એમાં સમયનું ખર્ચ કરવું પડે તથા અમુક પ્રકારને સંયમ જીવનમાં દાખલ કરવો પડે પરંતુ આપણા ઉલાસમય આરોગ્ય માટે આપણે થોડો સમય, શક્તિ તથા ધન ખર્ચવાં પડે તે પણ, તેટલા મૂડીરોકાણ પાછળ જે મબલક વળતર – ડિવિડંડ મળતું થાય એ સોદો ઘણે લાભદાયક જ કહેવાય ! “એક ઝલક – આરોગ્ય-વિજ્ઞાની'માંથી] ડૉ. એમ. એમ. ભાગરા