________________
માનવામાં રાજવી સમા
“શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનું ગૌરવવંતુ પદ શોભાવી રહ્યા છે. મહાત્મા ગાંધીના જીવન માર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતના લોકોને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે છે. મગનભાઈ, આમ માનવામાં રાજવી સમા [Prince amongst man] વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જૂની કલ્પનાના “ષિ સમા છે.” મગનભાઈના બચપણના મિત્ર]
= સી. સી. દેસાઈ ઝડપી અને સારું પરિણામ લાવવાની ચાવી
ગુજરાત યુનિવર્સિટીએ દેશની યુનિવર્સિટીઓમાં એક પ્રગતિકારક અને સુનિયંત્રિત યુનિવર્સિટી તરીકે નામ કાઢેલું છે, તેના પડઘા છેક પાર્લામેન્ટ અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલા છે. તેને કારણે મગનભાઈ દેસાઈને યુનિવર્સિટી સુધારણાના સવાલો -[માતૃભાષા અને શિક્ષણનું માધ્યમ] અખિલ ભારતીય કક્ષાએ પહોંચાડવાનું માન મળ્યું છે. મગનભાઈએ શિક્ષણ અને જાહેર સેવામાં સત્યાગ્રહની જે શક્તિ બતાવી છે તે શક્તિ અને વૃત્તિ જેટલી આપણે સૌ સારી રીતે કેળવી શકીશું તેટલું પરિવર્તન સારું અને ઝડપી થવાનું છે. તમારું, મારું અને ભવિષ્યની પેઢીનું મગનભાઈ જે કાર્ય કરી ગયા છે તેને જીવંત રાખવાનું કામ તેમના વિદ્યાર્થીઓ અને સાથીઓનું છે.” તા. ૨-૧૦-૯૯, ગાંધી જયંતી
-પુત્ર છે. પટેલ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર
“ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજી હટાવીને અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતી માધ્યમ અપનાવીને દેશમાં એક અનોખું કાર્ય કર્યું છે. આ યુનિવર્સિટી પર એકલે હાથે ગુજરાતી માધ્યમની સફળતાપૂર્વક છાપ મારવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. શ્રી. મગનભાઈ દેસાઈ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર છે. અંગ્રેજી હઠાવો' એ બાબતનું એમનું દર્શન ગાંધીજીને તોલે આવી શકે એવું ડું તલસ્પર્શી છે.” કાન્તશ કુલપતિ'માંથી]
- ડૉ. રામમને હર લહિયા ૧૫૦