________________
પ્રકાશક પુત્ર છે. પટેલનું નિવેદન ગાંધીજી અને તેમના કેટલાક ચુનંદા સાથીઓએ કુદરતી ઉપચારની પદ્ધતિને નવો ઓપ આપીને તેને પ્રાણવાન બનાવી છે. આપણા સૌના જીવનમાં આ એમણે એક કાયમી અને અમૂલ્ય ઉમેરો કરીને સૌને ધન્ય કર્યા છે.
કુદરતી ઉપચાર પદ્ધતિ માનવપ્રાણીને (શરીરમન અને આત્મા એમ) ત્રિમૂર્તિરૂપ ગણવા ઉપર જ રચાયેલી હોઈ, ત્રણને સમન્વિત ઉપચાર કરવામાં માને છે. અર્થાત્ પગને ઉપચાર કરવા માટે તે તેના બાહ્ય પૂલ લક્ષણો સાથે જ છેડછાડ કરીને બેસી નથી રહેતી. તેમ જ આરોગ્ય પ્રાપ્ત કરવાને તે કઈ ટુંકે ને ટચ માર્ગ બતાવવાનો દાવો પણ નથી કરતી; કારણ કે એવો કોઈ ટૂંક માર્ગ છે જ નહિ. કુદરતી ઉપચાર-પદ્ધતિ તર્કશુદ્ધ, ડહાપણભરી તથા વૈજ્ઞાનિક છે.
કદાચ એ પ્રશ્ન કરવામાં આવે છે, જો કુદરતી ઉપચાર-પદ્ધતિ આવી કાર્યક્ષમ અને તર્કશુદ્ધ છે, તો તે લોકપ્રિય કેમ નથી બની? તેને જવાબ એટલો જ છે કે, રોગી પાસે તે મોટું બલિદાન માગે છે: સમયનું બલિદાન અને ખોટી – નુકસાનકારક ટેવો છોડવાનું બલિદાન! કુદરતી ઉપચાર-પદ્ધતિ રેગી “પિતાના પ્રયત્નથી આરોગ્ય પ્રાપ્ત કરે એવી અપેક્ષા રાખે છે. તે તેની પાસે આત્મ-સંયમ અને આત્મ-નિયંત્રણની અપેક્ષા રાખે છે. તે તેને શાપરૂપ નીવડનારા ભેગ ભોગવવા દેતી નથી – જેવા કે ધૂમ્રપાન અને મદ્યપાન;- જે ભાગે કાયમી આરોગ્ય અને સુખને ભેગે ક્ષણિક સુખ જ આપે છે. વળી મોટા ભાગના દરદીઓ અધીરા બની ગયા હોય છે; તેમને ‘ઉતાવળે આંબા પકવી દેવા' હોય છે.
લિોકોમાં આરોગ્ય અંગેની બાબતોનું અજ્ઞાન ચકાવી મૂકે તેવું છે; ઉપરાંત અભણ લોકો કરતાં ભણેલા ગણાતાઓને સમજાવવા એ વળી વધુ અઘરું છે. ગાંધીજી ૧૯૦૬ થી ૧૯૪૮ સુધી સતત આરોગ્ય અંગે ચિંતનમનન કરતા રહ્યા હતા. “આગ્યની ચાવી” એ પુસ્તક ગાંધીજીની આપણને મોટામાં મોટી દેણ છે.