________________
૧૦૭
નિકોલસ નિકબી
આમ તે એ ચારે લેખકે, પોતપોતાની રીતે છતાં, એક સનાતન માનવતાના ભક્તો છે. પણ તેની આરાધનામાં તેઓ અનોખા છે; પ્રેમશૌર્યને અર્થે ધસમસતાં પાત્રો દ્વારા વ્યક્ત થતે ડૂમાને માનવ-વીરતાને અનુરાગ; હ્યુગોને ક્રાંતિને અર્થે તલસતે છતાં ઉકળાટ કરાવતો કરુણાકંદ; સનાતન માનવ ઇતિહાસની ક્રાંતિ નિહાળતી ટૉસ્ટૉયની આર્ષદષ્ટિ અને પુણ્ય પ્રાપ; - ઇ૦ એમની વિશેષતાઓ આગળ, માનવ જીવનનાં કળા અને કાવ્યમાંથી તેને શાંતરસ પકડતી ને તેની આરાધના કરતી ડિકન્સની મધુર શક્તિ એને જુદી જ ભવ્યતા અર્પે છે.
આ કથા ડિકન્સની એ વિશેષતાને કાંઈક પુરાવે આપે એવી છે. તે અને "ઑલિવર વિસ્ટ’ બે મળીને, બ્રિટિશ વેપારશાહી સામ્રાજવે જે ન ઇંગ્લિશ સમાજ પેદા કર્યો અને રો, તેમાં બાળક વિસ્ટ અને યુવક નિકોલસની કેવી દશા થઈ, તેનાં તાદશ ચિત્ર આપે છે. -
વિસ્ટને મળતું આજન્મ-દુ:ખી બાળક આ કથામાં પણ છે: સ્માઈક. કેવું કરુણ, દુઃખમય, વિષાદગ્રસ્ત પાત્રા પણ કે અખૂટ પ્રેમ-અંશ તે ધરાવે છે! જીવલેણ વિષાદમાં પણ તારક પ્રેમ-સ્વભાવ કેવો જળહળે છે. સ્માઈક વિષય એક ગંભીર અર્થપૂર્ણ ગુમતા ઠેઠ સુધી ચાલે છે; જે છેવટે એક-ઝટકે છતી થાય છે! અમ તેમ થાય છે ત્યારે, તેને જ બાપ રાફ એક બાજુ પોતાના ભત્રીજા નિકોલસને કટ્ટર શત્રુ છે એટલું જ નહિ, તેથીય ચડે છે.- બીજી બાજુ પોતાના જ ફરજનને એ દૂર કસાઈ છે, એમ પકડાતા, રાફના પાત્રની રાક્ષસી દારુણતા સમજાય છે. તેથી જ તેના પાપને ઘડે” ફટે છે ત્યારે તેના પ્રત્યે જરાય દયાની લાગણી પણ નથી થતી ! કર્યું તેવું ભર્યું! બીજું શું?
પરંતુ આ કથા વિસ્ટ જેટલી ઉંમરના – જન્મ ને બાળપણથી રખડી ગયેલા છોકરાની નથી; પિતા મરી જતાં, યુવાવસ્થામાં અસહાય બનેલા યુવક નિકોલસની વાત આ છે, જેમાં પોતાની માતા અને બહેનની ઈજજતભેર જવાબદારી અદા કરવા નીકળેલ યુવક દેખાય છે.
અને નિકોલસ જો આ કથાને સુર્ય છે, તે તેની બહેન કેટ, આ કથાકારની ગંદા પેઠે, મધુર શીતલતા વર્ષાવે છે. કુદરતી ખાનદાની અને સહજ સુશીલતા ભાઈ બહેનમાં જેવી છે, તેને જ પડઘો તેમના ભાઈ સમા સ્માઈકમાં છે; – પણ “કાકા-પિતા' રાફમાં વેપારશાહીએ જગવેલી નઠોર ધનલોભવૃત્તિની સાક્ષાત મૂઈ જોઈ લો! આવાઓ વડે જ યુરોપના જુલમખેર સામ્રાજ્યવાદ સરજાયો હશે ને?