________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી !
શાંતરસના લેખકને જીવનના સમગ્ર આટાપાટાને અનુભવ હોવા જેઈએ; ઉપરાંત તે બધાની ઉપરવટ જઈ, તેમનું સમતુલિત મૂલ્યાંકન તથા નિરૂપણ કરવાની સુજ્ઞતા પણ હાવી જોઈએ. તે જ તેની કૃતિમાં બધા રસે સમુચિત સ્થાન તથા નિરૂપણ પામી, વાચકના મન ઉપર છેવટે ‘શાંતરસ ’ની વિરલ અનુભૂતિ છવાઈ રહે.
૧૧૫
૨
ડિકન્સની આ નવલકથાની ભાંય – રંગભૂમિ – કે તખ્તા એક આખા ‘ રસ્તા ’ છે – જેનેા અંત કર્યાં છે તે કોઈ જાણતું નથી. રસ્તે જતાં જુદા જુદા પ્રદેશે। આવે, જુદાં જુદાં પાત્રો આવે, જુદા જુદા પ્રસંગેા આવે અને તેમના નિરૂપણ દ્વારા જુદા જુદા રસ પ્રગટ કરવાના થાય.
એ બધાં પાત્રો સામાન્ય કક્ષાનાં છે; પરંતુ તેવા સામાન્ય પાત્રની અસામાન્યતા — વિશિષ્ટતા પકડીને નવલકથાકારે નિરૂપી છે, તેવાં પ્રશંસાપાત્ર તેમ જ ઘૃણાજનક પાત્રો પણ તેમની આંતરિક અસામાન્યતા દર્શાવાતી હાવાથી વાચકને સદ્ભાવ પ્રાપ્ત કર્યા વિના રહેતી નથી. નવલકથાના ખલનાયક જેવા વ્યાજખાઉ – દાણચાર વિકલ્પ, તથા બ્રાસ વકીલ ભાઈ-બહેન જેવાં બદમાશ પાત્રો જેમ વાચકના માનસ-પટ ઉપર ઘાર ઘૃણાની કાળી છાપ ઊભી કરે છે, તેમ ભલા સ્કૂલ-માસ્ટર, બૉઈલરમાં કોલસા પૂરનારો છેક હલકી કક્ષાના કર્મચારી-મજૂર, તથા બીજા સામાન્ય ધંધેદારી માણસાના હાડમાં રહેતી ઉત્તમતાનું નિરૂપણ પણ એવી કુશળતાથી કરવામાં આવ્યું છે કે, વાચક તે પાત્રોનો પરિચય પામવાથી પોતાની જાતને ધન્ય માનતા થઈ
જય.
૩
આ નવલકથાના કાળ ઈંગ્લૅન્ડમાં યંત્રયુગ હજુ શરૂ થયા હોય છે તે ગાળાના છે. યંત્રયુગે પોતાની કાળી છાયા સમગ્ર દેશ ઉપર પાથરવાનું શરૂ કર્યું છે, પણ હજુ ઘણા પ્રદેશ તેની કાળી છાયામાંથી મુક્ત છે. મુસાફરીનુ સાધન પણ ઘેાડાગાડી – કોચ જ છે. મેટર કે રેલ્વેનાં દર્શન કે ઉલ્લેખ પણ નવલકથામાં નથી.
પરંતુ યંત્રયુગ સમાજ માટે, પ્રદેશના પર્યાવરણ માટે, માનવ માટે કેવા ખતરનાક – કેવા ઘાતક નીવડવાના છે એનું દર્શન ડિકન્સ જેવા લેખકને ન થાય એવું બને જ નહિ. એટલે શરૂઆતના એ યંત્રયુગની કાળી ભીષણતા પણ તેણે નવલકથામાં યથેાચિત નિરૂપી દીધી છે. એ યંત્રયુગ જે ભીષણ