________________
ઐલિવર ટ્વિસ્ટ
એક અનાથ બાળકની કહાણી' ચાહસ ડિકન્સ સંપાઃ પાળદાસ પટેલ
સામાજિક ભંગારની કથા [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના
કિ. ૫-
આજથી લગભગ ૧૫૦ વર્ષ પરના- રાણી વિકટોરિયાના જમાનાના વિલાયતી સમાજની આ વાત ૪૦ વર્ષ પર વાંચેલી, તેને સ્વાદ રહી ગયે: જોકે વાતની વિગતો તે ભુલાઈ ગઈ હતી, પણ ઑલિવર વિસ્ટનું નામ અને તેની આપવીતીની કુટિલ કરૂણતા, નિષિ દુ:ખદતા, અને તેનું સહજ અભિજતવ – આવી છાપ ઝાંખી ઝાંખી પણ મનના ખૂણામાં સંતાઈ રહી હતી. તેથી “સ” માટે નવી વાત સારવવાને માટે પસંદ કરવાની આવી, ત્યારે ભાઈ ગોપાળદાસને મેં ડિકન્સની આ કથા સૂચવી. એમ સારાનુવાદના નવા રૂપે અને તે પણ સ્વભાષામાં, એ ક્યા, તેત્રીની ફરજ રૂપે, ૪૦ વરસ પછી ફરી વાંચવાની – એની જૂની છાપ તાજી કરવાની મળી, તે તેના એક વાચક તરીકે પણ ખૂબ આલાદક વાગ્યું. તે બતાવે છે કે, સૈકાજના ને પરાયા સમાજની વાત છતાં, તેમાં અમુક એવા માનવતા ભરેલાં રસબિંદુ છે. જે આજે આપણે માટે ભૂખાં કે સૂકાં નથી થઈ ગયાં. એટલે, એ ચિરંજીવ કથાની આ આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે, ત્યારે પ્રારંભે તે વિશે બે બલ કહેવા રૂપે તેની સાથે જોડાવાનું થાય છે, તેને સદભાગ્ય સમજું છું.
કથા ટૂંકી છતાં બહુ દિલચસ્પ છે. એક અંગ્રેજ ગૃહસ્થ, નામે એડવિન લીફોડ, તેના લગ્નમાં અફળ ગ: એક પુત્ર હતો ખરો, પણ બાઈ અને ભાઈ છુટાં પડવ્યાં; જેકે છૂટાછેડા નહેતા લીધા. તેથી ખ્રિસ્તી ધર્માનુસાર,