________________
“બે નગરોની એક કહાણું”
વેર અને ક્રાંતિ
સંપાબિપિનચંદ્ર ઝવેરી
ચાહસ ડિકન્સ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ
ક્રાંતિનું કારુણ્ય
[મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના] સત્યાગ્રહ' પત્રમાં પચીસેક હપતે બહાર પડેલી આ જાણીતી અંગ્રેજી કથા હવે પુસ્તક રૂપે અને સચિત્ર બહાર પડે છે, એ આનંદની વાત છે. તેને “આમુખ' લખવા દ્વારા તેના પુસ્તકાકાર સાથે જોડાવાનું કારણ ઉપરના હપતાવાર પ્રકાશનમાં જ આવી જાય છે. બાકી આવા કામને માટે હું મારી લાયકાત માનતો નથી. - પ્રખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦)ની આ એક વિખ્યાત કૃતિના સંપાદક ડૉ. બિપિનચંદ્ર ઝવેરીના આ સંક્ષેપને હપતાવાર પ્રગટ કરવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક જણે એ ભાવ બતાવ્યાનું જાણવા મળેલું કે, આને તે હું શું જોઈને “સ0'માં સ્થાન આપતે હઈશ! પરંતુ વાત આગળ ચાલતી ગઈ તેમ એ ભાવને ડિકન્સની આ કાતિકથાઓ જ જવાબ આપી દીધો : અનેક વાચકને આ વાર્તામાં રસ પડવા લાગ્યો, એને લઈને જ પરિવાર પ્રકાશન સહકારી મંદિર તેને પુસ્તક રૂપે બહાર પાડવા પ્રેરાયું; અને સંક્ષેપકારે તે અંગે એક શરત જેવી વિનંતી તેને કી કે, ૫૦ પ્ર૦ સ૦ મંદિરે તેને આમુખ મારી પાસે લખાવવું જોઈએ.
સ'માં પ્રસિદ્ધ કરતાં તે વાર્તા પર નજર તે હપતાવાર કરી જ ચૂક્યો હતે; તે પછી આ વિનંતીને ના પાડવાનું રહ્યું નહિ. બાકી મૂળ વાર્તા હજી સધી એ વાંચી નથી. આ સંક્ષેપમાં જ તેને પહેલી જાણી અને તે રૂપે પણ તે કેવી ભવ્ય છે તે જોઈ શક્યો. ડિકન્સની કથાઓમાં “બે નગરોની આ કહાણી એક અગ્રગણ્ય મનાય છે. તેના આ સંક્ષેપ પેઠે જ, ૧૯મા સૈકાના આ અતિ લોકપ્રિય કથાકારની બીજી કથાઓ પણ ગુજરાતીમાં ઉતારવા જેવી છે.