________________
એક ગધેડાની આત્મકથા આવે. તો લાખો-કરોડોને નુકસાની આપવાનું ઊભું થાય, અને સ્ટેટ બૅન્ક એટલી બધી નુકસાની ક્યાંથી લાવે? એટલે એ બાબતમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં પણ પૂછવું પડે. સંભવ છે કે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આ મૂળભૂત પ્રશ્નને વડા પ્રધાન સમક્ષ રજૂ કરે અને વડા પ્રધાન એ પ્રશ્ન પામેન્ટ સમક્ષ લઈ જાય. સંભવ છે કે, એ પ્રશ્નને કારણે, કાયદાની કોઈ કલમમાં જરૂરી સુધારે કરવું પડે.” રંગાચારીએ પોતાની આંગળીના વેઢા ગણતાં ગણતાં મને કહ્યું, “મારો ખ્યાલ એવા જાય છે કે, તમે દશ વર્ષ બાદ આવશે, તે ત્યાં સુધીમાં આ ફાઈલને કોઈ ને કોઈ ફેંસલે જરૂર આવી ગયો હશે.”
“ત્યાં સુધી રામુની સ્ત્રી-બાળકો શું કરે?”
રંગાચારીએ કહ્યું, “અમારી લાચારી છે; કાયદા-કાનૂનથી અમે બંધાયેલા છીએ. બાકી, અમારી પૂરેપૂરી સહાનુભૂતિ તમારી પ્રત્યે છે, એમ તમે ખાતરીથી માની શકે છે.”
માનની સંસ્કૃતિ – માણસે વિકાસ સાધ્યો છે કે પશુ કરતાં હીન કક્ષામાં તે રાચતે થયો છે, એ પ્રશ્ન આ રીતે છેડયો છે:–
“તેથી જબાન વિનાનો ગધેડે હોવા છતાં હું ઇનસાનની જબાનમાં એ સંદેશ સંભળાવવા આવ્યો છું – “અય ઇનસાન! અય માનનીય બધુ! આજે તારે કારણે દરેક જીવ-જંતુને ખતરો ઊભો થયો છે. જંગલમાં વસતા સિંહથી માંડીને સરોવરમાં ખીલતા કમળ સુધીની દરેક સજીવ વસ્તુ ખતરામાં છે. અમે તારાં ભાંડુ છીએ. વિકાસના માર્ગમાં તારા કરતાં બહુ પાછળ હે ઈશું, પરંતુ જીવનના માર્ગમાં તારી ઘણી નજીક છીએ. પિતાની સ્વાર્થપરાયણતા તથા વિદ્વેષને કારણે કદાચ તને એ અધિકાર મળ્યું હશે કે ન પિતાના શત્રુની હત્યા કરી નાખે; પરંતુ તેને એ અધિકાર તે નથી મળ્યું કે તું અણુબોંબથી વરસાવેલા મૃત્યુ દ્વારા આ આખી ધરતી ઉપરથી સમૂળગું જીવન નષ્ટ કરી મૂકે !”
વંદા – અને પંડિતેની પંડિતાઈની ઠેકડી ઉડાડતાં કહે છે –
“અમારે અહીં તે સહેલી ભાષામાં લખનારા લેખકની કિંમત જ નથી. અમે અમારી સાહિત્ય અકૅડમિમાં એ બાબતનો ખાસ ઇંતેજામ કરી રાખ્યો છે કે, કોઈ એ લેખક એમાં ઘૂસી ન શકે, જેણે પાછલાં પંદર-વીસ 'વર્ષોમાં કોઈ કામની વાત સહેવી ભાષામાં કહી હોય. અમારી સામે અકૅડમિકસેનું ઉદાહરણ છે. એ અકૅડમિમાં રૂ અને વૉલ્ટેર જેવા લેખકોને માન્ય રાખવામાં આવ્યા ન હતા.”