Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત નિરૂપિત જીવન, વિચાર અને કલા દીતિમાન છે. પ્રાચીન-મધ્યકાલીન કાવ્યનાં વિદ્વત્તાપૂર્ણ સંશોધન-સંપાદનો આ દાયકે આપણને ઠીક ઠીક મળ્યાં છે. વિવેચનના સંગ્રહનું પ્રમાણુ સંતોષકારક છે. ડાયરીનું સાહિત્ય આ દાયકે જ પહેલવહેલું આપણને ગ્રંથાકારે સાંપડ્યું છે. આત્મકથાઓ લખવા-છપાવવાને વ્યવસાય પણ વધ્યો છે. આ સૌ ગ્રંથમાં તેમના લેખકનું અભ્યાસબળ, મનનપ્રિયતા, તેલનશક્તિ, શિલીની સચોટતા અને વિદ્વત્તા જોવા મળે છે. એકંદરે લલિત વિભાગ કરતાં લલિતેતર વિભાગનું બળ આ દાયકાને ગૌરવ અપાવે તેવું છે.
સાહિત્યના પ્રવાહો દશ વર્ષમાં જૂના પ્રવાહ બદલાઈ ન જાય, પણ તેમાં થોડીઘણી વધઘટ તો અવશ્ય થાય. કેઈ નવું ઝરણું તેમાં આવી ભળી જાય, તેની ગતિ અને દિશામાં કંઈક ફેરફાર થાય, તેનાં જળ ઊંડાં કે છીછરાં બને, કોઈ કોઈ પ્રવાહ લુપ્ત પણ થઈ જાય. કાળની ગતિ, વર્ષાની ધારા, મૂળનાં પાતાલ ને જમીનના થર પ્રમાણે બનતું રહે. ગયા દાયકામાં સાહિત્યનું એકાદ સ્વરૂપ વિપુલતાને પામ્યું હોય તે આ દાયકામાં તે ક્ષીણ બને અને પ્રવાહની કેટલીક નવી દિશા ચાલુ થયા બાદ પુનઃ તે જુની દિશા તરફ પણ વહેવા માંડે. આગલા દાયકામાં કોઈ સાહિત્યકાર ઉપેક્ષા પાયે હોય , તે નવા દાયકામાં ઉપાસનાને પાત્ર પણ બને.
એ પ્રમાણે તપાસીએ તે આગલા દાયકા કરતાં આ દાયકાને કાવ્યપ્રવાહ અત્યંત ક્ષીણ લાગે છે. નવલિકા, નાટક ને નવલકથાના પ્રવાહમાં ક્યાંક ક્યાંક તાણું નાંખે એવાં જલેનું જોસ જણાય છે, પણું
ડેક દૂર ગયા કે વળી પ્રવાહ છીછરે માલૂમ પડે છે; રેતીના સુક્કા પટ નજરે ચડે છે. લલિતેતર સાહિત્યમાં વિવેચન, સંપાદન, અનુવાદ, સંશોધન, ઇતિહાસ, પ્રવાસ અને વિજ્ઞાનના પ્રવાહ આગલા દાયકાની જ ગતિએ છે. પણ ચિંતન અને ચરિત્રને સાહિત્યપ્રવાહ તે આગલા બે દાયકાથી ય વધુ સમૃદ્ધિ પામે છે. પ્રત્યેક પ્રવાહને વિગતવાર વિસ્તારથી નિહાળીએ.
કવિતા ગઈ પેઢીના કવિઓમાંથી કવિ ન્હાનાલાલ, પ્રો. ઠાકોર અને રા. ખબરદારની સજનપ્રવૃત્તિ ચાલુ રહી છે. નવીન કવિઓની પ્રથમ પેઢીમાંથી ચંદ્રવદન મેઘાણી, સ્નેહરશ્મિ, ઉમાશંકર, પૂજાલાલ, મનસુખલાલ,
ચં. ૨