________________
गाथासहस्त्री।
એમના ઉપર દર્શાવેલા સંસ્કૃત પ્રાત તથા ગુજરાતી ગ્રંથરાશિ પરથી તેમજ તેમાં ચર્ચા વિવિધ વિષયો પરથી તેઓ અનેક વિષયમાં પારંગત બહુકૃત વિદ્વાન હતા, તેમજ પ્રથમ પંક્તિના કવિ, છંદશાસ્ત્રી, વૈચાકરાણી, સિદ્ધાંતના જ્ઞાતા, સંગ્રહકાર, વ્યાખ્યાનકાર તથા ટીકાકાર હતા, અને સંરકૃત પ્રાકૃત પર પણ ગુજરાતી ભાષાની જેમ પ્રભુત્વ ધરાવતા હતા-તે સ્પષ્ટ થાય છે. તેમના મુખ્ય શિષ્ય હર્ષનંદને સંવત ૧૬૭માં રચેલી “મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિમાં તેમને માટે કરેલા ઉદારોનો સાર ગુજરાતીમાં એ છે કે તેમણે વ્યાખ્યાનકાર, કવિ, વાદી, વૈયાકરણ, સાહિત્યક, જ્યોતિષેત્તા તથા સદાન્તિક તરિકે ખ્યાતિ મેળવી હતી, તેમને શિષ્ય પ્રશિષ્યની ઘણી સંતતિ હતી, તેઓ લોક પ્રિય તથા રાજપ્રિય હતા, અને એક જ પમાં આઠ લાખ અર્ધ પ્રાપ્ત કરવાની ચમત્કારી શક્તિ ધરાવતા હતા. છેલ્લી બાબતું તેમણે રચેલા “અષ્ટલક્ષી ” ગ્રંથને ઉદેશીને છે કે જેમાં એક જ પદના તેમણે આઠ લાખ અર્થ કર્યો છે. તે ગ્રંથ તેમણે સંવત ૧૯૪૯માં ત્યારે શ્રીજિનચંદ્રસૂરિએ બાદશાહ અકબરની લાહોરમાં મુલાકાત લીધી ત્યારે તેમની સાથે દરબારમાં જઈ બાદશાહને જાતે વાંચી સંભળાવી પ્રસન્ન કર્યો હતો. બાદશાહે તે ગ્રંથ પોતાના હાથમાં લઈ ‘પઠન કરાવો, સર્વત્ર વિસ્તાર-ફેલાવો પામો, રિદ્ધિ પામો’ એવી શુભેચ્છા દર્શાવી શ્રી રામસુંદરના હાથમાં તે ગ્રંથને મૂકયો હતો. તે જ વર્ષમાં એટલે સંવત્ ૧૬૪૯ના ફાગણ સુદ બીજને દિને જ્યારે શ્રીજિનચંદ્રસૂરિને બાદશાહે યુગપ્રધાન પદ આપ્યું, ત્યારે શ્રી માનસિંહને શ્રીજિનમહેસૂરિ નામ આપી આચાર્ય પદ, તથા શ્રીસમયસુંદર તેમજ શ્રીગુણવિનયને વાચક પદ અપાયું હતું. શ્રીસમયસુંદરને ત્યારબાદ ઉપાધ્યાય-પાઠક૫૬ લવેરે શહેરમાં ઉક્ત શ્રી જિનસિંહસૂરિએ આપ્યું હતું. સંવત ૧૬૦૪માં શ્રીજિનસિંહસૂરિ સ્વર્ગસ્થ થયા અને તેમની પાટે શ્રીજિનરાજસૂરિ આવ્યા. તેમની સાથે જ એક જ દિવસે સૂરિપદુ પામેલા શ્રીજિનસાગરસૂરિએ બાર વર્ષ સુધી શ્રીજિનરાજસૂરિની આજ્ઞામાં રહ્યા પછી સંવત્ ૧૬૮૬માં લદ્વાચાર્લીચ ખરતર ગચ્છની ભિન્ન શાખા કાઢી. એમાં શ્રી સમયસુંદરના નવ્ય ન્યાય-
નિષ્ણાત વિદ્વાન શિષ્ય શ્રી હર્ષનંદન કારણભૂત હતા એમ કહેવાય છે. ત્યારથી શ્રીજિનસાગરસૂરિની આજ્ઞામાં શ્રીસમયસુંદર ઉપાધ્યાય અંત સુધી રહ્યા. સંવત ૧૬૯૧માં શ્રી સમયસુંદર કિયોદ્ધાર કર્યો. સંવત્ ૧૭૦૨ના ચિત્ર શુકલ ૧૩ને દિને અમદાવાદમાં, જ્યાં સંવત્ ૧૬૯૬થી વૃદ્ધાવસ્થાને લઇને તેઓ રહેતા હતા ત્યાં હાજા પટેલની પોળના ઉપાશ્રયમાં, ઉપાધ્યાય શ્રી સમયસુંદર સ્વર્ગસ્થ થયા. ત્યારે તેમની ઉમ્મર ૮૦ વર્ષ આસપાસની હશે. તેમની શિષ્ય પરંપરા સંવત ૧૮૨૨ સુધી તો હતી જ એમ તેમની પરંપરામાં થયેલ શ્રીંકુશલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી આશકરણના શિષ્ય શ્રીઆલમચંદે તે વર્ષમાં રચેલી “સમ્યક કૌમુદી ચતુષ્પદી'ની પ્રશસ્તિ પરથી માલમ પડે છે, ઉપાધ્યાય શ્રીસમયસુંઢરના શિષ્ય શ્રીહર્ષનંદને શ્રીસુમતિકલોલ સાથે શ્રીસ્થાનાંગસૂત્ર-વૃત્તિમાંની ગાથાઓ પર ૧૩૬૦૪ લોક-પ્રમાણુ વૃત્તિ રચી હતી તથા એકલા ઉત્તરાધ્યયનવૃત્તિ રચી હતી.
પ્રસ્તુત ગ્રંથ ગાથાસહસ્ત્રીમાં ગ્રંથકર્તાએ સાત નિદોની આવશ્યકચૂર્ણિમાંની ૧૬ ગાધા ટાંકી તેને વિવેચન માટે પોતાના “ વિષસંગ્રહ”નો હવાલો આપ્યો છે. એ ઉપરાંત પોતાના વિશેષશતા”નો પણ ઉલ્લેખ આ ગ્રંથમાં કર્યો છે. એમનો વિસંવાદશતક' ગ્રંથ સિદ્ધાંતમાંના વિસંવાદુ સંધી ઉપયોગી ચર્ચાનો ગ્રંથ છે. આ ગ્રંથો ઉપરાંત “ વિચારશતક’ ‘સામાચારીશતક', ડૉમના સિદ્ધાંતપ્રિયતા દર્શાવે છે. તેમણે સિદ્ધપુરમાં મહમદ શેખને પ્રતિબોધ્યો હતો. સિંધના અખનૂમ શેખને પ્રતિબોધી પાંચ નદીના જલચર જીવો તથા ગાયોની રક્ષા કરી હતી. જેસલમેરમાં રાવલ ભીમજીને ઉપદેશ આપી દાંડાનો- સાંઢનો વધ અટકાવ્યો હતો. આ તેમની પ્રતિબોધકશકિતના પ્રત્યક્ષ દૃષ્ટાંતો છે,
પ્રસ્તુત ગ્રંથ વાંચતાં જ એ તરી આવે છે કે કતાને કવિદૃષ્ટિ હતી (ગા. ૭૬૬-૭૬૮) તથા સુભાષિતનો અત્યંત શોખ હતો કારણ કે પ્રાકૃત સિદ્ધાંતની ગાથાઓમાં પણ વચ્ચે વચ્ચે કવચિત્ સંસ્કૃત ને કવચિત્ પ્રાકૃત સુભાષિતો ટાંકયાં છે (ગા, ૨૭૨-૨૯૦, ૩૪૨-૪૨૮). કેવલ જ્યોતિષ ને શકુનને લગતી ગાથાઓ પણ તે વિષયના ગ્રંથમાંથી ઉતારી છે (ગ, ૪૩૭-૪૪૦,૪૧૮, ૭૬૯-૭૭૦). પ્રાણાયાજ ધ્યાન પણ તેમનો પ્રિય-વિષય હશે (ગા. ૧૯૮-૨૦૭). વ્યવહારની બલવત્તા પણ તેઓ બતાવે છે (ગા, ૨૦૮-૨૦૯). ગાનાર તથા સાજિદાની વિવિધ મંડલી પણ તેમણે લૌકિક નાટક માટે વર્ણવી છે (ગા. ૩૯૨-૩૯૩). ગ્રંથકર્તા સંગ્રહ કરતી વખતે ગચ્છાદિ ભેદને લક્ષમાં લેતા નથી. તેમણે દ્રશેખરસૂરિના “શ્રાવિધિ, આચાર પ્રદીપ’ તેમજ શ્રીદેવસુન્દરની તથા શ્રી સોમસુન્દરની સામાચારીમાંથી અને છેવટે ૧૧ સુંદર ગાથા ચિત્રાવાલગરછીય (તપાગચ્છીય) શ્રી દેવેન્દ્રસૂરિના ‘સુન્દ્રારિ'(જેનું ખરું નામ ‘તુવંશાવાદી છે)માંથી આપી છે. ટૂંકમાં સુભાષિત રત્રોનો સંગ્રહ સાચી ગુણગ્રાહિતાથી સ્થળે સ્થળેથી ઝવેરી જેમ રોનો સંગ્રહ કરે તેમ કર્યો છે. શ્રાવેકવિધિ’ શ્રાવક પંડિત ધનપાલની રચેલી છે તેમાંથી પણ તેમણે અવતરણો ર્યા છે (પૃષ્ટ ૧૯). એમનો હાસ્યપ્રિય આનંદીસ્વભાવ પણું (ગા. ૨૫૬,૮૪૦) સ્થળે સ્થળ તરી આવે છે. વિશેષ ગ્રંથના અભ્યાસથી માલમ પડે એમ છે. છતાં ગુજરાતી વાંચક માટે નીચે ગાથા સહસ્ત્રીનો સાર આપ્યો છે તે ઉપરથી તેમને પણ ખાતરી થશે.
આ ગ્રંથ સાથે ટિપ્પણુ અપાયું છે તે સ્વપજ્ઞ નથી. તેના કર્તાનું નામ આપેલ નથી તેથી તે કોણે કર્યું તે કહી શકાય એમ નથી. તેમાં અશુદ્ધિ વિશેષ માલમ પડી છે ને કેટલેક સ્થળે મૂળ ગ્રંથની ગાથા સાથેનો સંબંધ સ્પષ્ટ નથી (જુઓ પૃષ્ઠ ૬ના ૩ ન ટિપ્પણમાંની “નૈ પૂગી ગઈ માળી ” ઇત્યાદિ). ટિપ્પણકાર જ્યાં મૂળમાંની ગાથા ૫૨ ટીકા ઉપલબ્ધ છે ત્યાં ટીકાભાગ ટંકાવી પ્રાયઃ તેજ શબ્દોમાં ટિપ્પણુ આપે છે. ભાષા પરથી ટિપ્પણકાર સંવત્ ૧૮૦૦ આસપાસ થયાનું અનુમાન થાય છે.
ગાથાસહસીસાર હવે ગાથા સહસ્ત્રીનો પૃષ્ઠાનુકમથી સાર આપીશું જે પ્રાકૃતથી અનભિજ્ઞ વાંચકોને ઉપયોગી થઈ પડશે, તેમજ વિષયાનુકમની પણ ગરજ સારશે.
પ્રથમ આચાર્યના ૩૬, સાધુના ૨૭ તથા શ્રાવકને ૨૧ ગુણ દર્શાવી નવકારવાળીના ૧૦૮ મણકાનો સંબંધ પંચપરમેષ્ટિના ૧૦૮ ગુણો સાથે છે, તે દર્શાવ્યું છે પૃષ્ઠ ૧,
પછી જિનક૯પના ૮ ભેદ ને ૧૨ ઉપકરણો તથા સ્થવિરહપીના ૧૪ ઉપકરણો વર્ણવ્યાં છે. શ્રાવક કુળમાં જન્મની પ્રશંસા અને તપસ્વી અને જ્ઞાની બે પ્રકારના ગુરુમાં શાની પોતાને તેમજ પરને તારે છે એમ કહ્યું છે. પૃષ્ઠ ૨.
"Aho Shrut Gyanam"