________________
જાથાલ
છે. કામરાગ ને એહરામ કરતાં દૃષ્ટિરાગ દૂર કરવો અતિ દુષ્કર છે. નવીન જિનમંદિર કરતાં જીર્ણોદ્ધારમાં આઠગણું પુણ્ય થાય. માટી, પાષાણુ, કાક, ચાંદી, સોનું, રત, મણિ કે ચન્દનનું જિનબિંબ કરાવનાર મનુષ્યલોકના તથા સ્વર્ગના સુખભોગવે, શ્રી મહાવીરનો મહાન અભિમહ જે શ્રીચંદનાએ પૂર્યો તે વર્ણગ્યો છે. પૃષ્ઠ ૪૫.
અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં શ્રીસ્થલભદ્રે કામને જિત્યો તેની પ્રશંસા કરી છે. જિનપૂજામાં ત્યાના પુણ્ય ફલ ને પત્ર બતાવ્યાં છે. પ્રસ્થાન સમયના શુભ શકુન કહ્યા છે. વાસ્તુડિયો, પલ્લવગ્રાહી, ઉંધણસી, અંતિચંચલને વચ્ચેથી ઉઠી જનાર વ્યાખ્યાનને અયોગ્ય છે. વિદ્યાને સર્વધનમાં પ્રધાન કહી આઋાય દુર્લભ કહ્યા છે. અસારનો આડમ્બર વિશેષ હોય, જેમ સુવર્ણના વિનિ કરતાં કાંસાનો અધિક હોય. જુથની પ્રશંસા કરી, મૂખાનું ઓષધ નથી એમ કહ્યું છે, સાગરતીરે કુવાનું જળ શોધનાર મુસાફરની અન્યોકિત કહી છે. સંદેશો, લેખ, ને મીલન ઉત્તરોઉત્તર કિંમતી છે, પણ સ્વચ્છ સંગમ થતાં કંઈ કિંમત રહેતી નથી. શ્રતસાગર અપાર છે, આયુષ થોડું છે, જીવે બુદ્ધિશાળી નથી, માટે જે થોડું પણ કાર્યકારી થાય તે શિખવું. દુષ્ટાંતથી નિર્ધનનું વિત કષ્ટમય બતાવી, ધર્મ અને ધનનો અવિનાભાવ સંબંધ કહ્યો છે. પુરુષાર્થ કરતાં પુણ્યની પ્રબળતા દર્શાવી છે. પણ ૪૬.
તપ કરતાં વિદ્યાનું પ્રાધાન્ય બતાવી કુપાત્રને આપેલી વિદ્યા નિષ્ફળ બતાવી છે. એકલી વિદ્યાથી જ નહિ પણ તપથી એ પાત્રતા આવે છે, ને બન્ને જ્યાં હોય તે જ પાત્ર છે. માઘકવિ દારિદ્રય સંતોષથી સડે છે, પણ વાચકો પાછો જય છે તેનું દુ:ખ તેને અસહ્ય લાગે છેતે કહ્યું છે. બાહ્યશગું કરતાં અંતરંગશાનું વધારે બલવાનું કહ્યા છે. વેર, વેશ્વાનર–અગ્નિ, વ્યાધિ, વાદ ને વ્યસન મહા અનર્થકારી ફહ્યા છે. અઢારભાર વનસ્પતિનાં નામો આપ્યાં છે, તે ચાર પુષિત, આઠ ફલને પુષ્પવાળી,ને છ વેલો એમ અઢાર કહી છે. પૃષ્ઠ ૪૭.
પુસ્તક લેખન રક્ષણનાં શુભ ફળ કહ્યાં છે. બાલક સ્ત્રી મન્દુમતિ તથા મૂર્ણ ને ચારિત્રની ઇચ્છાવાળા માટે સિદ્ધાંત પ્રાકૃતમાં રહ્યા છે. માયાશીલ મનુષ્યનો વિશ્વાસ ન થાય; મોર મધુર બોલે છે, પણ ઝેરી નાગને ખાય છે. પરાશય દુઃખકારી કહ્યો છે. પુત્ર પિતા જેવો હોય એ કાન ખોટું છે–રસૂર્યાસ્ત થતાં શનિ એક ક્ષણ પણ પ્રકાશ આપતો નથી. કન્યાનો પિતા હમેંશ દુ:ખી હોય છે. વસંતઋતુમાં કાગડો તે કાગડો ને કોયલ તે કોયલ જણાઈ આવે છે. રાની મુશ્કેલી ત્યાં લાડવાની શી વાત? વચનમાં જ દરિદ્રતા તો ધનની શી આશા ? અતિ પરિચયથી વિશિષ્ટ વરતુ પ્રત્યે પણ અવજ્ઞા થાય છે, જેમ પ્રયાગમાં પ્રાયે લોક કુવાપર ન્હાય છે. પછી મચ્છરની, હંસની, કોકિલની, મોરને પીછાંની તથા જલની અન્યોક્તિઓ તથા કેટલાંક સુભાષિતો આપ્યાં છે. અપમાન થતાં સિહ, સપુરુષ ને હાથી જતા રહે છે, પણ કાગડો, હલકો માણસ, તથા મૃગ સ્થાન છોડતા નથી. ચિતારો, કાવ્ય કરનાર, કુવૈદ્ય, તથા ખરાબ રાજા, ને ગામનો કુથલીખોર નરકે જાય છે. વામનમાં ૬૦, માંજરામાં ૮૦ને હેમુંટ-હીન અંગવાળામાં ૧૦૦ દોષ હોય છે, પણ કાણાના દોષની તો સંખ્યા જ કહી શકાય નહિ. પૂછ ૪૮.
સારા છંદવાળી, સારા રૂપવાળ, સરસ ઉકિતવાળી, ગ્રહણ કરાતી ગાથા શ્રેષ્ઠ સુંદરીની જેમ રસ-આનંદ આપે છે. કેટલાક સુભાષિત પછી સમવસરણની બાર પર્ષદા વર્ણવી છે. બે મોઢાવાળી સોયથી સીવાય નહિ, તેમ ઇન્દ્રિય સુખને મોક્ષ સાથે ન સંભવે. ગ્રંથકારે રમુજ કરી છે કે વીતરાગે જે રાગદ્વેષને જિત્યા તે સુલ થઈ હઠ કરી તેના સંતાનોની પેઠે લાગ્યા છે. અંતરાત્મા જલથી નહિ, પણ સંયમ, સત્ય, ને શીલથી શુદ્ધ થાય છે. શેષ, દરિદ્રતા, બંધુ પ્રત્યે વેર, અતડાપણું, અત્યંત કોપને કડવી વાણી એ નરકમાંથી આવેલા ચિહ્ન છે. ખારાપણું, માનહીનતા, અતિબીકણપણું, અતિશલ, માનાપમાનમાં જડતા એ તિર્યંચગતિમાંથી આવેલાના ચિહ્ન છે, સંતોષ, મધ્યસ્થતા, અ૫કોપ, કષાયરહિતતા ને ભોગાભિલાષમાં સમચિત્તતા એ મનુષ્ય ગતિમાંથી આવેલાના ચિહ્ન છે. મુનિ તીર્થનું મૂળ છે, તેથી મુનિને આહાર આપનાર તીર્થોન્નતિ કરે છે, કેવળીના અભાવે મુનિઓ જ ઉપકારી છે. પૂક ૪૯.
શ્રી મહાવીરે પણ મુનિદાનના પ્રભાવે દુર્લભ બોધિબીજ પ્રાપ્ત કર્યું હતું. ચોરાસી પ્રકારના આસને રહી મુનિવરો કાઉસ્સગ્ગ ધ્યાન કરતા, આતાપના લેતા, કે વિવિધ તપ કરતા, ને દુષકર્મની ગ્રંથિ તોડતા. કેટલાક કૃતપાઠ કરતા, શંકા પૂછતા, વિચારતા કે પુનરાવર્તન કરતા હતા. તેઓ કોધ, માન, લોભ, ને પરીસહ, નિદ્રા, માયા, ને ઇનિદ્રય જિતનારા, ધીર, ને મોહનો પરાજય કરનારા હતા. ગ્રંથકાર કહે છે કે આ “ગાથાસહસ્ત્રી' ગ્રંથ મુખમાં તાંબૂલની જેમ શોભાકારી છે. વ્યાખ્યાનચાત ઇચછના વિવિધ ગ્રંથોમાંથી શ્રમપૂર્વક અન્ને ભેગા કરેલી ગાથા, લોક ને કાવ્યો કંઠસ્થ કરી વ્યાખ્યાનની વચ્ચે વચ્ચે અવસર જોઈ કહેવા જેથી ચતુર શ્રોતાઓના ચિત્ત ચમત્કાર પામશે. પ્રશસ્તિ પણ ૫૦.
આ પ્રસ્તાવના લખવાની તેમજ કુફ શોધન માટે પ્રેરણું કરી આવા સુંદર ગ્રંથરત્રના પ્રકાશનમાં સહાય આપવાની તક આપવા માટે ઉપાધ્યાય શ્રી ૧૦૮ સુખસાગરજી મહારાજનો આભાર માનું છું. મુદ્રિત થના વાંચકને આવા ગ્રંથોના સંપાદનમાં પડતા શ્રમનો પૂરો ખ્યાલ ન આવે, પણ જેણે થોડાં પણ અવતરણોનાં મૂળ શોધવાની તકલીફ લીધી હશે તે જરૂર કહી શકશે કે અનુક્રમણી વગરના ગૃહકાય ગ્રંથોમાંથી એકેક પ્રકીર્ણ ગાથા શોધી કાઢી સ્થળનિર્દેશ કરવો કેટલા શ્રમ ને સમયથી સાધ્ય છે. લેખકે પણ અત્ર તેમ કર્યું છે તેથી તે કહી શકે છે. પ્રાકૃત ભાષાની અનિયમિતતાએ શુદ્ધિનું કાર્ય મુશ્કેલ કર્યું હતું તેટલું જ આ ગ્રંથની હસ્તલિખિત શુદ્ધ પ્રતોના અભાવે પણ કર્યું હતું. એક જ પ્રત પરથી પ્રેરા કૉપી તૈયાર થઈ હતી, ને બીજી બે મતો પ્રફ શોધનમાં ઉપયોગી થઈ હતી, પાછળથી એક અશુદ્ધ ઘણું બક્ષિણ ભાગવાળી પ્રત પ્રાપ્ત થઈ હતી તે ઉપયોગી થઈ ન હતી. આ ગ્રંથના વિદ્વાન સંપાદક શ્રી સુખસાગરજીએ છતાં શ્રમ લઈ પ્રકાશનકાર્ય ઉત્સાહપૂર્વક પાર ઉતાર્યું છે તે માટે વાંચક વર્ગ તેમને કહ્યું છે.
૧૫ ધનજી સ્ટીટ, મુંબઈ . ૩. સં.૧૯૯૧માર્ષિ શુકલ ૫ શનિ. તા. ૧૬-૧૨:૩૯ ઈ
મોહનલાલ ભગવાનદાસ ઝવેરી. બી.એ. (ઓનર્સ), એલએલ.બી, સોલિસિટર,
"Aho Shrut Gyanam