________________
गाथासहस्री।
પ્રસ્તાવના
सच्छंदा य सरूवा सालंकारा य सरसउल्लावा । वरकामिणिच गाहा गाहिजंती रसं देई ।। ८३३ ॥
ગ્રંથકર્તા ને ચંથરચનાકાળ આ ગ્રંથ “ગાથાસહસ્ત્રી ના કર્તા ઉપાધ્યાય શ્રીસમયસુંદર છે. યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ, કે જે ખરતરગચછના એક સુપ્રસિદ્ધ આચાર્ય હતા, ને જેણે સમ્રાટ અકબરને સંવત્ ૧૬૪૯માં લાહોરમાં જૈન ધર્મનો ઉપદેશ કર્યો હતો, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીસકલચંદ્રગણિના તેઓ શિષ્ય હતા. આ ગ્રંપ ઉપાધ્યાય ગ્રીસમયસુંદરે સંવત્ ૧૬૮૬માં રચ્યો હતો.
ગાથાસમતી અને ગાથાસહસ્ત્રી આ ગ્રંથમાં ભિન્ન ભિન્ન આગમ તેમજ પ્રકરણ ગ્રંથોમાંથી વ્યાખ્યાનમાં ઉપયોગી થઈ પડે, તેમજ ધર્મચર્ચાઓમાં પણ પ્રમાણભૂત ગણાય, તેવાં અવતરણોનો તેમજ કેટલાંક સુભાષિતો ને અન્યોક્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે; મોટે ભાગે ગાથાઓનો જ સંગ્રહ છે. જૈનેતર ગ્રંથો મહાભારત, પાપુરાણ, માનવી સૃતિ આદિમાંથી પણ ઉતારા અપાયા છે. આ ગ્રંથનું નામ “ગાથાસહસ્રી” રાખ્યું છે, તે પરથી પ્રસિદ્ધ ગાથાસમતી”નું આપણને સહજ સ્મરણ થાય. પ્રસિદ્ધ જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ, જે પાલિત્ત કવિ તરીકે પણ જાણિતા છે, તેણેજ “ગાથા સપ્તશતી'માંની ગાથાઓનો મોટો ભાગ રચો છે એવી માન્યતા હોઈ પ્રસ્તુત ગાથા સંગ્રહ કરવાને ગ્રંથકર્તાને પ્રેરણા મળી હોય; અને “ગાથાસસરાની ’ જેમ રાંગરિક સુભાષિતોનો હૃદયંગમ રસમય સંગ્રહ છે, તેવોજ શાંતરસનો સમય સંગ્રહ કરવાનો ઉદ્દેશ ગ્રંથકર્તાનો હોય તે સંભવિત છે. બનવા જોગ છે કે અનું નામ પણ ‘ગાથાસંતશતી રાખવાનો શરૂમાં તેમનો ઈરાદો હોય, કારણ કે છેવટના ભાગનાં સંરકૃત સુભાષિતો બાદ કરીએ તો સાડાસાતસોની આસપાસ પ્રાકૃત સૈદ્ધાંતિક ગાથાઓની સંખ્યા થાય છે. પછી ગ્રંથનું નામ જુદું રાખવું જોઈએ એ હેતુથી, કે સંગ્રહમાં ગાથાઓ વધી જવાથી-જે કે પૂરી સહસ્ત્ર નથી પણુ-લગભગ સહસ્ત્ર હોવાથી, ગ્રંથનું નામ “ગાથાસહસ્ત્રી” પસંદ કરવામાં આવ્યું હોય.
બન્ને ગ્રંથો વચ્ચે બીજી રીતે મુકાબલો યોગ્ય નથી, કારણ કે “ગાથા સપ્તશતીમાં કેવળ શૃંગાર રસને પોષવાના હેતુથી કાવ્યની દષ્ટિએ ઉત્તમ કોટિની ગાથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે; જ્યારે અહિયાં તો વ્યાખ્યાનમાં તથા ધર્મચર્ચામાં સંક્ષેપથી પણ સચોટ રીતે કથન કરી શકાય એવી સુંદર ગાથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ટૂંકમાં અહિયાં સંગૃહીત ગાથાની સંસ્થાના પ્રમાણમાં મોટી સંખ્યાના વિષયની ચર્ચા તથા માહિતી મળે છે. આ જ કારણે ગ્રંથનો કંઈક વિસ્તૃત સારી નીચે આપવામાં આવ્યો છે. તે પરથી વાચકને ઉપાધ્યાય શ્રી સમયસુંદરનાં સૈદ્ધાંતિક ગ્રંથોનું તેમજ અન્ય ગ્રંથોનું વિશાલ વાચન, વિવેચક બુદ્ધિ, હૃદયંગમતા. સભારંજકતા, વ્યાખ્યાન-કુશલતા આદિનો ખ્યાલ આવશે અને તેની બહુશ્રુતતા પ્રતીત થશે.
ગ્રંથકર્તાનું ચરિત્ર તથા તેના અન્યગ્રંથો ઉપાધ્યાય શ્રીસમયસંદરમણિનો જન્મ સાચોર-સત્યપુર (જે સ્થળ શ્રી મહાવીરસ્વામિના પ્રસિદ્ધ ચૈત્યને લઈને ખૂબ ખ્યાતિ પામ્યું હતું)માં થયો હતો. તે હકીકત તેમણે સ્વરચિત “સીતારામ ચોપાઈ’ના છઠા ખંડની ત્રીજી ઢાળમાં જણાવી છે. પોરવાડ જ્ઞાતિના રૂપશી પિતા તથા લીલાદે માતાથી તેમનો જન્મ થયો હતો. તેમની જમસાલ ચોક્કસ મળી નથી; પણ તે સંવત ૧૯૨૦ની આસપાસ હશે એમ તેમણે રચેલા પહેલા સંસ્કૃત ગ્રંથ “ભાવશતક'ની સાલ સંવત ૧૬૪૧ છે તે પરથી લાગે છે. વળી તેમને દીક્ષા આપનાર શ્રીજિનચંદ્રસૂરિને સૂરિપદ સ. ૧૬૧૨માં મળ્યું હતું તે પરથી શ્રીસમયસુંદરને સં. ૧૬૧૨ પછી જ દીક્ષા આપવામાં આવી હશે તે સિદ્ધ થાય છે. સંવત ૧૬૨૮ના શ્રીજિનચંદ્રસૂરિના આગાથી “સાંભલિના સંઘને લખેલા પત્રમાં તેમનું નામ ન હોવાથી શ્રીસમયસુંદરે ત્યારબાદ દીક્ષા લીધી હશે એમ અનુમાન થાય છે.
ગ્રંથકર્તાએ રચેલાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથો ટીકાઓ સાલવાર નીચે દર્શાવ્યાં છે. (૨) માવતરામ . ૧૬૪૧, (૨) અષ્ટી સં. ૧૬૪૯, (૨) ૪મારવન્યૂઃ સં. ૧૬૫૩, () ચાતુર્માસગ્યાથીનાંતિઃ સં. ૧૬૬૫, () વઢિવાચાર્ય સં. ૧૬૬૬, (૬) શ્રાવાયના સં. ૧૬૬૭, (૭) રામાચારીશતમ્ સં. ૧૬૭૨, (૮) વિરોધલબ સં. ૧૬૭૨, (૨) નાથાળમ સં. ૧૬૭૩, (૨૦) વિજાશfમ સં. ૧૯૭૪, (૨) ટુરિયરસનીરવ્રુત્તિઃ (શ્રી જિનવલભસૂરિકૃત વીરસ્ત–વૃત્તિ) સં. ૧૬૮૪ (૨૨) વિશેષસંગ્રહ સં. ૧૬૮૫, (૧૩) વિસંવાશતમ્ સં. ૧૬૮૫, (૧૪) શ્રૌતાજ૫-૨Tછતાંતિઃ સં. ૧૬૮૫, (3) જાથાસ્ત્રી સં. ૧૬૮૧, (૨૬) મhargોષિનીતિઃ સં. ૧૬૮૭, (૧૭) નવદુધનવૃત્તિ સં. ૧૬૮૭, (૧૮) રાસય-સંસારવૃત્તિ સં. ૧૬૮૮ તથા ૧૬૯૬' (૧૬) રાઢિવાવૃત્તિ સં. ૧૬૯૧, (૨૦) સંદરોઝાવéવર્યાયઃ સં. ૧૬૯૩, (૨૬) વૃ શિર વૃત્તિ સં. ૧૬૯૪ (૨૨) રધુવંશીfr સં. ૧૬૯૫,(સં. ૧૬૯૨ શ્રી નાહટાપ્રમાણે) (૨૩) Hક્ષાવૃત્તિ સં. ૧૬૯૫, (૨૪) થાળમંફિટીય સં. ૧૬૯૫,(૨૧) ક્રમમfitમ સં. ૧૬૯૫, (૨૨) (દેવચંદુત્વ-ર્મત) મહાવીરવ વવૃત્તિ-સંત, (૨૭) વિમરથમવૃત્તિ, (૨૮) afમદૃારું/નવૃત્તિ, (૨૨) કોસTICઘ, (૨) સારવારā ( જીઓ નાહટાકૃત “યુગ-પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પૃ. ૧૬૮-૧૭૧).
એમની ગુજરાતી કૃતિઓ માટે જુઓ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત “કવિવર સમયસુંદર” નામનો લેખ જે આનન્દકાવ્યમહોદધિ, મૌક્તિક માંની પ્રસ્તાવનામાં મુદ્રિત થયો છે.
"Aho Shrut Gyanam"