________________
એની ઉત્તર દિશામાં આવેલ ઉત્તરકુરુમાં એક અનાદિ-નિધન પાર્થિવ જંબૂ-વૃક્ષ છે. જેના નિમિત્તે જ આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડયું છે. આ દ્વીપનું વિભાજન કરનાર પૂર્વથી શરૂ કરી પશ્ચિમ સુધી લાંબા છ વર્ષધર પર્વત છે- હિમવાન, મહા હિમમાનુ, નિષધ, નીલ, રુકમી અને શિખરી આ વર્ષધર પર્વતોથી વિભક્ત થવાને કારણે જંબૂઢીપના સાત વિભાગ થઈ જાય છે તેને વર્ષ અથવા ક્ષેત્ર કહેવામાં આવે છે. જેના નામ દક્ષિણની બાજુથી આ પ્રમાણે છે- ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત વર્ષ. એમાંથી દક્ષિણ ક્ષેત્રના મધ્યભાગમાં મેરૂ પર્વત છે. એના દક્ષિણ ભાગમાં ભરત આદિ ત્રણ ક્ષેત્ર છે અને ઉત્તર ભાગમાં રમ્યફ આદિ ત્રણ ક્ષેત્ર છે.
૧. કર્મભૂમિઓ અને અકર્મભૂમિઓ
ઉપર્યુક્ત સાત ક્ષેત્રોમાંથી ભરત, ઐરાવત અને વિદેહક્ષેત્ર (દેવગુરુ અને ઉત્તરકુરુ સિવાય)ને કર્મભૂમિ કહેવામાં આવે છે. કેમકે- ત્યાંના મનુષ્ય અસિ, મષિ, કૃષિ વગેરે કર્મો દ્વારા પોતાનો જીવન પુણ્ય પાપો અનુસાર નરક તિર્યંચાદિ ચારેય ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંના જ મનુષ્ય પોતાના પુરુષાર્થ દ્વારા કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉક્ત કર્મભૂમિ સિવાય બાકી રહેલીને અકર્મ ભૂમિક અથવા ભોગભૂમિ કહેવાય છે. કેમકે- અહીં અસિ-મસિ વગેરે કર્મો દ્વારા જીવનોપાર્જન કરવું નથી પડતું, પરંતુ પ્રકૃતિ-પ્રદત કલ્પવૃક્ષો દ્વારા જજીવન-નિર્વાહ થાય છે. ભોગભૂમિના જીવોનું અકાલ મૃત્યુ થતું નથી. પરંતુ તેઓ સ્વસ્થ રહીને પૂર્ણ આયુ-પર્યત દિવ્યભોગોને ભોગવતા રહે છે.
૨. અત્તરદ્વીપ
પ્રથમ હિમાવાન પર્વતની ચારે વિદિશાઓમાં ત્રણ-ત્રણ સો યોજન લવણ-સમુદ્રની અંદર જવાને (સ્થાન) પર ચાર અન્તરદ્વીપ છે. એ પ્રમાણે લવણ-સમુદ્રની અંદર ચારસો, પાંચસો, છસો, સાતસો, આઠસો અને નવસો યોજન આગળ જવાને સ્થાને ચારે વિદિશાઓમાં ચાર-ચાર વધુ અંતરદ્વીપ છે. આ પ્રમાણે ચુલ્લ હિમવાનૂના ૭ ૮ ૪ = ૨૮) બધુ મળીને ૨૮ અંતરદ્વીપ થાય છે. એ પ્રમાણે છઠ્ઠો શિખરી પર્વતના લવણ સમુદ્રગત ૨૮ અંતરદ્વીપ છે. બન્ને બાજુના ભેગા કરવાથી કુલ ૫૬ અંતરદ્વીપ થઈ જાય છે. એમાં એકોક વગેરે અનેક આકૃતિઓવાળા મનુષ્ય રહે છે. તેઓ કલ્પવૃક્ષોના ફળ-ફૂલો ખાઈને પોતાનો જીવનનિર્વાહ કરે છે. સ્ત્રી-પુરુષના રૂપે યુગલ તરીકે ઉત્પન્ન થાય છે. અને એકી સાથે જ મૃત્યુ પામે છે. એના મૃત્યુના કેટલાક સમય પહેલા યુગલ-સંતાનરૂપે ઉત્પન્ન થાય છે.'
ઉપર જે છ વર્ષધર પર્વતના નામ આપવામાં આવ્યા છે. એની ઉપર ક્રમશ: પદ્મ, મહાપમ, તિથિંચ્છ, કેશરી, મહાપુણ્ડરીક અને પુડરીક નામના એક-એક હદ કે સરોવર આવેલ છે. એ સરોવરોની મધ્યમાં પદ્દમો (કમલો)નું સ્થાન દર્શાવવામાં આવેલું છે. વિશેષ વર્ણનને માટે પ્રસ્તુત ગ્રંથનો તવિષયક પ્રસંગ જુઓ.
હિમવાન પર્વતી પદ્મદ્રહના પૂર્વ ભાગમાંથી ગંગા મહાનદી નિકળી છે, જે પર્વતની નીચે પડીને દક્ષિણ ભારત ક્ષેત્રમાં વહીને પૂર્વમુખી થઈને પૂર્વના લવણ-સમુદ્રમાં જઈને મળે છે. એ પદ્મ-સરોવરના પશ્ચિમ-ભાગથી સિંધુ મહાનદી નિકળીને ભારત વર્ષના દક્ષિણ ભાગથી થોડે દૂર રહીને પશ્ચિમાભિમુખી થઈને પશ્ચિમી લવણસમુદ્રમાં જઈને મળે છે. એ સરોવરના ઉત્તરના ભાગમાંથી રોહિતાશ નદી નીકળે છે જે હૈમવત ક્ષેત્રમાં વહે છે. અંતિમ શિખરી પર્વત પર આવેલ પુણ્ડરીક સરોવરના પૂર્વ ભાગમાંથી રક્તા અને પશ્ચિમના ભાગમાંથી રક્તદા નદી નિકળીને ઐરાવત ક્ષેત્રમાં વહે છે. જે ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમના સમુદ્રમાં જઈને મળે છે. એ પુંડરિક સરોવરના દક્ષિણના ભાગમાંથી સુવર્ણકૂલા નદી નિકળે છે. જે હૈરણ્યવતક્ષેત્રમાં વહે છે. બાકીના મધ્યવર્તી વર્ષધર પર્વતોના સરોવરોથી બે-બે નદીઓ નિકળે છે. તે પોતપોતાના ક્ષેત્રમાં વહેતી એવી પૂર્વ તેમજ પશ્ચિમના સમુદ્રમાં જઈને મળે છે. આ પ્રધાન-મુખ્ય મહાનદીઓમાં હજારો અન્ય નાની નદીઓ આવીને મળે છે.
વિદેહ ક્ષેત્રમાં મેરુ પર્વતના ઈશાનાદિ ચારે કોણમાં ક્રમશઃ ગન્ધમાદન, માલ્યવન્ત, સૌમનસ અને વિદ્યુતપ્રભ નામવાળા ચાર પર્વત છે. એનાથી વિભક્ત થવાના કારણે મેરુ (પર્વત)ના દક્ષિણી ભાગને દેવકુર અને ઉત્તરી ભાગને ઉત્તરકુરુ કહેવામાં આવે છે આ બન્ને ક્ષેત્રો ભોગભૂમિ છે. મેરુ પર્વતના પૂર્વવત ભાગને પૂર્વ-વિદેહ અને પશ્ચિમ દિશાવાળા ભાગને અપર અથવા પશ્ચિમ વિદેહ કહેવામાં આવે છે. આ બન્ને સ્થાનોમાં સીતા-સીતાદા નદીના વહેવાને લીધે) બે-બે ખંડ થઈ જાય છે. આ ચારેય ખંડોમાં કર્મભૂમિ છે. એમાં સીમંધર આદિ તીર્થકર સદૈવ વિહાર કરતા અને ધર્મોપદેશ દેતા એવા બીરાજે છે અને આજ પણ ત્યાંના પુરુષાર્થી માનવ કર્મોનો ક્ષય કરી મોક્ષે જાય છે. ૧. દિગંબર પરંપરામાં અત્તરદ્વીપોની સંખ્યા : ૬ દર્શાવવામાં આવી છે. વધુ વિગત માટે જુઓ- તિલોયપષ્ણત્તિ અ. ૪,
ગાથા. ૨૪૭૮-૨૪૯૦. તત્વાર્થવાર્તિક અ.૩, સુત્ર ૩૭ની ટીકા વગેરે. ૨. જુઓ - તિલોયપણત્તિ અ.૪, ગા. ૨૪૮૯ તથા ૨૫૧૨ વગેરે.
LLA TE 26 KM MILE
For Phvale & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org