________________
ધર્મબિંદુપ્રકરણ
પછી પ ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ ચક્રી, પછી વે કેશવ, પછી ૨ ચક્રી, પછી ૧ કેશવ અને પછી ૧ ચક્રવર્તી થયા છે.
પંડિતજીએ શ્લોક સાંભળ્યો, ફરી ફરી વાર સાંભળ્યો. તેમને તે અપૂર્વ લાગ્યો, તેનો અર્થ સમજવા માટે ઘણી મથામણ કરી, ખૂબ વિચાર કર્યો, પણ તેમને તેનો અર્થ સમજાયો જ નહીં. તેમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી, તેમનું અભિમાન ઘવાવા લાગ્યું, અને તેમને ગુસ્સો પણ ચડયો. તેણે પાસેના મકાનમાં પ્રવેશ કરીને જોયું તો એક વિદુષી સાધ્વી તે શ્લોક બોલતાં હતાં. પંડિતજીએ તેમની પાસે જઈને પૂછયું કે કિં ચક્કી ચકચકાયતે ? –આ ચકલી શું ચકચક કરે છે ?
સાધ્વીજી પણ બહુ જ વિચારશીલ વિદ્વાન હતાં. તેમને મીઠાશથી પંડિતજીને ઉત્તર આપ્યો કે ભાઈ ! એ લીલા છાણથી લીધેલું નથી કે જલદીથી જાણી શકો. પંડિતજી આ ઉત્તર સાંભળી ચમક્યા. તેમને અનુભવ થયો કે એક તો આ શ્લોક સમજાય તેવો નથી અને બીજાં આ ઉત્તર પણ મારી પંડિતાઈને આંટે તેવો છે. ઉત્તર દેનાર પણ નિડર નિઃસ્પૃહી વિદૂષી આર્યા છે. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્રભાવે સાધ્વીજીને કહ્યું: માતાજી ! તમે મને તમારી આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વીજી બોલ્યા: “મહાનુભાવ ! આ ગાથાનો અર્થ સમજવો હોય તો તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજો. અમારો એવો આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજો.” હરિભદ્ર ભટ્ટ બીજે દિવસે સવારે ત્યાં વિરાજમાન આ0 જિનદત્તસૂરિ પાસે ગયા. પેસતાં જ તેમણે પ્રથમ જિનાલયમાં પ્રવેશ કર્યો. આજે એમના વિચારો બદલાઈ ગયા હતા. તે વીતરાગદેવની પ્રતિમા જોઈ સ્તુતિ કરતા બોલ્યા.
વપુરેવ તવાચષ્ટ, ભગવન્! વીતરાગતામ્ | નહિ કોટરસંઘેડનૌ, તરુર્મવતિ શાક્વલઃ |
હે ભગવાન્ ! તમારી પ્રતિમા જ વીતરાગભાવની સાક્ષી પૂરે છે. કેમકે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ?
તે આ રીતે વીતરાગની સ્તુતિ કરીને ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ પાસે ગયા અને તેમણે આચાર્યશ્રીને ચક્કીદુગં૦ ગાથાનો અર્થ સમજાવવા વિનંતિ કરી.
આચાર્યમહારાજે તરત જ તેમને ગાથાનો અર્થ સુંદર રીતે સમજાવ્યો, એને સમજતાં જ પંડિતજી બોલ્યા કે-મારે પ્રતિજ્ઞા છે કે હું જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બનીને રહીશ. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવો.