Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મબિંદુપ્રકરણ પુરોહિત હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તેમની ભારતીય વિદ્વાનોમાં વાદિ-વિજેતા તરીકે અપૂર્વ ખ્યાતિ હતી. તેમનામાં જ્ઞાન, સન્માન અને સત્તા એ ત્રણેનો યોગ મળ્યો, એટલે તેમને પોતાના જ્ઞાનનો મદ ચડયો. એ વિદ્યાના અભિમાનથી પેટે સોનાનો પાટો બાંધતા, વાદીઓને જીતવા કોદાળી, જાળ તથા નિસરણી રાખતા અને જંબુદ્વીપમાં પોતાની અદ્વિતીયતા બતાવવા હાથમાં જાંબુડાની ડાળી રાખી ફેરવતા હતા. વળી, સાથોસાથ તે સરળ પણ હતા. એટલે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે ‘‘હું આ પૃથ્વી પર જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બની જાઉં.’' તે પોતાને કલિકાલસર્વજ્ઞ તરીકે જ માનતા હતા. પરંતુ આશ્ચર્યની વાત છે કે તેમનું આ અભિમાન એક વિદુષી આર્યાએ-એક તપસ્વિની જૈન સાધ્વીએ ઉતાર્યું. એક દિવસ હિરભદ્ર પાલખીમાં બેસી રાજસભામાં જતા હતા, શિષ્યો અને પંડિતો તેમની ચારે બાજુ વીંટાઇને ચાલતા હતા. પાસે જૈન દેરાસર આવ્યું. એટલામાં એક ગાંડો હાથી ધમાચકડી મચાવતો ત્યાં આવી પહોંચ્યો. એને જોતાં જ સાથેનું ટોળું વીખરાઇ ગયું, હિરભદ્ર ભટ્ટ પણ જીવ બચાવવા માટે પાલખીમાંથી કૂદી પડયા અને પાસેના જૈન દેરાસરમાં જઇ ઊભા. ત્યાં તેમણે જોયું તો સામે વીતરાગદેવની પ્રતિમા બિરાજમાન હતી. ભટ્ટજી તેને જોઇ હસતા હસતા બોલી ઊઠયા. વપુરેવ તવાચષ્ટ, સ્પષ્ટ મિષ્ટાન્નભોજનમ્ । નહિ કોટરસંસ્થેડગ્નૌ, તરુર્ભવતિ શાવલઃ II તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. કેમકે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ? તે પંડિતને ત્યારે ખબર ન હતી કે પોતાના આ શબ્દો પોતાને જ ભવિષ્યમાં સુધારવા પડશે. ખરે જ કુદરતની બલિહારી છે. હાથી ચાલ્યો ગયો અને હિરભદ્ર ભટ્ટ પણ પોતાને સ્થાને ચાલ્યા ગયા. આ હાથીની ઘટનાએ તેને વિરોધ ભક્તિથી પણ વીતરાગનો પરિચય કરાવ્યો છે. હિરભદ્ર ભટ્ટ એક રાતે ઘર તરફ જતા હતા. ત્યાં તેણે એક નવીન શ્લોક સાંભળ્યો. ચક્કીદુર્ગ હરપણગં, પણાઁ ચક્કીણ કેસવો ચક્કી | કેસવ ચક્કી કેસવ, દુચક્કી કેસવ ચક્કી ય ।। આ અવસર્પિણીમાં પહેલાં એક પછી એક એમ ૨ ચક્રવર્તી, પછી પ વાસુદેવ,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 450