Book Title: Dharmbindu Prakaran Author(s): Rajshekharsuri Publisher: Sarvoday Parshwanath Charitable Trust View full book textPage 7
________________ ધર્મબિંદુપ્રકરણ પરિચય પરિમલ (૧) ગ્રંથપરિચય આ ગ્રંથ સાધુ, સાધ્વી, જૈન ગૃહસ્થ, જૈનેતર ગૃહસ્થ એ દરેકને ઉપયોગી છે. કારણ કે તેમાં સામાન્ય (જૈન-જૈનેતર સર્વને માટે જરૂરી) ગૃહસ્થ ધર્મથી માંડી અંતિમ કક્ષાના સાધુધર્મ સુધીના દરેક ધર્મનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ આઠ અધ્યાયમાં વહેંચાયેલો છે. તેમાં સામાન્ય ગૃહસ્થધર્મવિધિ નામના પ્રથમ અધ્યાયમાં સામાન્ય ગૃહસ્થધર્મનું વિશદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય ગૃહસ્થધર્મનું જે પાલન કરી શકે તે જ વિશેષ ગૃહસ્થધર્મને યોગ્ય બને છે. આથી દેશનાવિધિ નામના બીજા અધ્યાયમાં સામાન્ય ગૃહસ્થધર્મનું પાલન કરનાર યોગ્ય જીવને વિશેષ ગૃહસ્થધર્મમાં જોડવા તેને કેવી રીતે અને કેવો ઉપદેશ આપવો તે જણાવવામાં આવ્યું છે. વિશેષ ગૃહસ્થધર્મવિધિ નામના ત્રીજા અધ્યાયમાં વિશેષ ગૃહસ્થધર્મનું સ્વરૂપ, તેને આપવાની વિધિ, તથા તેનું નિરતિચારપણે પાલન કરવાના ઉપાયો વગેરે બતાવવામાં આવ્યું છે. વિશેષ ગૃહસ્થધર્મનું પાલન કરનાર જીવ યતિધર્મને=સર્વવિરતિ રૂપ ચારિત્રને યોગ્ય બને છે. માટે તિવિધિ નામના ચોથા અધ્યાયમાં યતિનું સ્વરૂપ, યતિધર્મને સ્વીકારનારની યોગ્યતા, યતિધર્મ આપનારની યોગ્યતા, યતિધર્મ સ્વીકારતાં પહેલાં બજાવવાની ફરજો, યતિધર્મ સ્વીકાર્યા પછી કેવી રીતે વર્તવું વગેરેનું વર્ણન છે. જેમ ગૃહસ્થધર્મ બે પ્રકારે છે તેમ યતિધર્મ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. આથી પાંચમાં યતિધર્મ વિધિ નામના અઘ્યાયમાં પ્રારંભમાં સાપેક્ષયતિધર્મનું અને અંતે નિરપેક્ષ યતિધર્મનું વર્ણન ક૨વામાં આવ્યું છે. યતિધર્મ વિષય વિધિ નામના છઠ્ઠા અઘ્યાયમાં કોણ સાપેક્ષ યતિધર્મ સ્વીકારી શકે અને કોણ નિરપેક્ષ યતિધર્મ સ્વીકારી શકે ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મલવિધિ નામના સાતમા અધ્યાયમાં ધર્મના અનંતર અને પરંપર ફળોનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. આઠમા વિશેષ ધર્મફલવિધિ નામના અધ્યાયમાં પરંપર ફળના સામાન્ય અને વિશેષ એમ ભેદો બતાવીને બંને પ્રકારનાં ફળો જણાવ્યાં છે અને પ્રાસંગિક મોક્ષસુખ આદિનું સુંદર નિરૂપણ કર્યું છે. આમ આ ગ્રંથમાં સંક્ષેપમાં ઘણું ઘણું બતાવી દીધું છે. પ્રસ્તુત ગ્રંથના કર્તા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથના પહેલા શ્લોકમાં ‘‘સિંધુમાંથી જળના બિંદુની જેમ શ્રુત રૂપ મહાસાગરમાંથી ધર્મના બિંદુનો ઉદ્ધાર કરીને ધર્મબિંદુ નામના sPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450