Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.”
તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્ત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તો વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણું છે.
આ પુસ્તકનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી.
અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વારા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શક્ત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જેન કે જેમણે અનેક જવાબદારીઓ હેવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિકસંધ વગેરેએ પણ પ્રેરણું આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ.
સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com