Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠને બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણે કે જે રચનાત્મક કાર્યકરો કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ.
આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલ્યા, તેમાં જે પ્રવચને ચર્ચા વિ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈબહેનેને લાગણું થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણું પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે.
માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તે થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com