________________
બત્રીશી-૩, લેખાંક-૧૫
૧૪૯ એ સૂત્ર એકાન્ત ઉપદેશક બની જાય. અને તો પછી તે સૂત્ર રૂપ જિનવચન અને તેને સમાન જણાતાં અન્ય ધર્મીઓના ને હિંચતું સર્વમૂતનિ. વગેરે વચન. આ બેમાં કોઈ ફેર જ ન રહે.
એટલે જ શ્રુત જ્ઞાનના ૧૪ ભેદમાં સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત એમ બે ભેદ જણાવેલ છે. અન્ય દર્શનના ગ્રન્થો એકાન્ત પ્રતિપાદન કરનારા હોવાથી મિથ્યાશ્રુત છે. જૈનગ્રંથો અનેકાન્ત પ્રતિપાદન કરનારા હોવાથી સમ્યકશ્રુત છે. એમ, ભલે ને જૈન ગ્રન્થનું વચન હોય. ને એમાં સ્વાધ્યાય વગેરે વિહિતનું વિધાન કરવામાં આવ્યું હોય... નિષેધને જણાવનાર શબ્દ તો કોઈ જ વપરાયો ન હોય. આવા વચન પરથી જે એકાત્તે વિધાન પકડી લે એનો બોધ મિથ્યાશ્રુત જ બની રહે છે. આ ઔત્સર્ગિક વાત છે.” “અપવાદે આનો પણ નિષેધ જાણવો જોઈએ બોધમાં આવો અંશ વ્યક્ત રૂપે ઊભો થાય, અથવા વ્યક્ત રૂપે એ વખતે ઊભો ન થવા છતાં યોગ્યતા રૂપે તો ઊભો થાય જ (જેથી એવો અવસર આવે ત્યારે એ જ વાતનો નિષેધ હોવામાં એને કશું અજુગતું ન લાગે કે શાસ્ત્રવિરુદ્ધ ન લાગે)... તો જ એ બોધ સમ્યકશ્રુતરૂપ બને છે. આવું નિષેધપ્રતિપાદક વચન અંગે પણ જાણવું. એના પરથી થતાં બોધમાં, “અપવાદે આ પણ વિહિત છે” આવું છેવટે યોગ્યતારૂપે તો ઊભું થવું જ જોઈએ. તો જ એ સમ્યકશ્રુત... નહીંતર મિથ્યાશ્રુત.
અન્યદર્શનના વચનોમાં અનેકાન્ત હોતો નથી. એમાં તો એકાન્ત વિધાન કરવાનો કે નિષેધ કરવાનો જ અભિપ્રાય હોય છે. જે એ રીતે જ બોધ કરે છે એનું તો મિથ્યાશ્રુત જ છે. પણ જે સમ્યકત્વી જીવ હોય છે, એ પોતાના સમ્યકત્વના પ્રભાવે આવા વચન પરથી પણ વિધાન અને નિષેધ બન્નેનો મુખ્ય-ગૌણભાવે બોધ કરે છે. ને તેથી સમ્યકત્વી જીવ માટે એ પણ સમ્યકશ્રુત જ બને છે.
તથા એકાંશગ્રાહી બોધ એ નય છે અને પરિપૂર્ણ અર્થગ્રાહી બોધ એ પ્રમાણ છે. એક ઉત્સર્ગ અંશ હોય છે તો એક અપવાદ અંશ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org