________________
બત્રીશી-૩, લેખાંક-૨૨
૨૨૧ વધી શી રીતે શકે ? દેખતા માણસની સહાય વિના આંધળો રસ્તે શી રીતે ચાલી શકે ? તેથી જ ગુરુપારત રૂપ આ જ્ઞાનનો જેઓ ત્યાગ કરી દે છે (એટલે કે ગચ્છ છોડીને સ્વતંત્ર વિચરે છે) તેઓ નિર્દોષ ભિક્ષા વગેરે જે આચરે છે એ બધું પણ ક્યાં તો નિષ્ફળ બને છે ને
ક્યાં તો વિપરીત ફલક બને છે. જેમ હોડીમાં છિદ્ર પડી જાય તો એ હોડી સમુદ્ર તરવા માટે ક્યાં તો નિરર્થક બની જાય છે ને ક્યાં તો એમાં જ પાણી ભરાવાથી એને વળગી રહેનારને ઉપરથી ડૂબાડનારી બને છે. એમ ભવસમુદ્રને પાર પમાડનારા શુદ્ધભિક્ષા વગેરે અનુષ્ઠાનો અંગે જાણવું. મુખ્યતયા જ્ઞાનપૂર્વકની ક્રિયા આત્માને હિતકર્તા છે. અગીતાર્થોના ગચ્છ છોડીને થતાં આ શુદ્ધ ભિક્ષાદિ અનુષ્ઠાનો જ્ઞાનપૂર્વકના ન થવાથી તાપસાદિના અજ્ઞાનકષ્ટ જેવા જ બની રહે છે. માટે એ આત્માને લાભકર્તા શી રીતે બની શકે ?
શંકા : જો આ ગીતાર્થોને જ્ઞાન નથી તો માસક્ષમણ વગેરે દુષ્કર તપ તેઓ શી રીતે કરી શકે છે? વિશિષ્ટ જ્ઞાન - વિશિષ્ટ વિવેક વિના આવો તપ થોડો સંભવે ?
સમાધાન : ગચ્છ બહાર નીકળેલા આ અગીતાર્થો પ્રાયઃ કરીને અભિન્નગ્રન્થિક (ગ્રન્થિભેદ નહીં કરેલા) હોય છે, મૂઢ=અજ્ઞાનાવિષ્ટ હોય છે. એટલે અત્યંત દુષ્કર એવા પણ માસક્ષમણ વગેરે અનુષ્ઠાનો આચરે તો પણ કુતીર્થિકોની જેમ તેઓ વ્રતપરિણામથી રહિત હોય છે. અર્થાત્ અન્ય તાપસો વગેરે જેમ તેવા વિશિષ્ટ જ્ઞાન વિના ય મોહથી પંચાગ્નિતપ વગેરરૂપ કષ્ટમય અનુષ્ઠાન કરે છે, અને તેમ છતાં વાસ્તવિક સાધુતા તો પામતા જ નથી, તેમ પ્રસ્તુતમાં જાણવું. પંચાલકજીમાં આ વાત કરી છે, ને એ સમજાવવા માટે ત્યાં આ પ્રમાણે કાગડાનું દૃષ્ટાંત આપ્યું છે. સુસ્વાદુ, શીતળ, સ્વચ્છ અને કમળની રજકણોથી સુગંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org