________________
પરિશિષ્ટ
૨૭૯ -કાય-ક્લેશાદિ બાહ્યતા અને ધ્યાન કાયોત્સર્ગાદિ આભ્યન્તર તપમાં કાયરતા કર્યા વગર વીરતાભર્યા અખંડ પુરુષાર્થથી એ તપ સાધે છે! એમાં કોઈ કંટાળો, ઉદ્વેગ, દીનતા, થાક વગેરે કશું નહિ.
(૬) અવજ્ઞાવાળા - જેમ સિંહ શિકારી માનવો કે પશુ ગણને શુદ્ર ગણી અવજ્ઞાની દૃષ્ટિથી જોતો બેપરવા ચાલે છે, તેમ તીર્થકર ભગવાન પણ સુધા-પિપાસા-ટાઢ-તડકો, ડાંસ-મચ્છર, અપમાન-પ્રહાર વગેરે પરિસહોને શુદ્ર તરીકે અવગણે છે, એના પ્રત્યે બિલકુલ બેપરવા રહી પોતાની સાધનામાં એકચિત્ત રહે છે. પરીસહોની “હાય! આ ક્યાં આવ્યા ? ” એવી કોઇ હાયવોય નહિ, એ ન આવે કે આવેલા જાય.' એવી લેશ ઈચ્છા નહિ, જાણે પોતાને એની સાથે કોઈ નિસ્બત નથી એવી ઉપેક્ષા. પરીસહોને ખૂબ પ્રસન્નતાથી સહી લેવાનો જ જાણે ધંધો !
(૭) નિર્ભય :- જેમ, સિંહ એકલો અટુલો છતાં મદોન્મત્ત હાથીઓના મોટા ટોળાથી પણ ભય પામતો નથી, એની સાથે ઝગડવામાં લોહીલોહાણ થાય, તોય ભયભીત થવાની કે ભાગવાની કોઈ વાત રાખતો નથી. પણ મરણ પર્યન્ત સામનો કર્યો જાય છે, એવી રીતે પરમાત્મા પણ પોતાના પર દેવતાઈ, માનવીય કે તિર્યંચના ભયંકર ઉપદ્રવો વરસવાની આગાહી હોય, કે સાક્ષાત્ વરસી રહ્યા હોય, તો પણ લેશમાત્ર ભયભીત થતા નથી, ઉલટું એમાં પોતે ગમે તેવી ઘોર પીડાના ભોગ બને, કાયા ક્રૂર રીતે ચૂંથાઈ-ચગદાઈ જાય યાવત્ મરણાન્ત જેવું કષ્ટ વરસે, છતાં નિર્ભયપણે એની સામે સમભાવથી અણનમ ઊભા રહે છે.
(૮) નિશ્ચિત્ત - જેવી રીતે સિંહ પોતાના ખાનપાન કે બીજા વિષયમાં નિશ્ચિત્ત હોય છે, તેવી રીતે અત્યંભુ પણ પોતાની પાંચે ય ઇન્દ્રિયો અંગે નિશ્ચિત્ત હોય છે. એ અંગે એમનો કોઈ આસક્તિ તો શું, પણ વિચાર સરખો ય નથી કે ઇન્દ્રિયોને અનુકૂળ મળે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org