Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ૨૮૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિકૂળ ? કેવું મળશે ? અમુક વિના કેમ ચાલશે ? અમુક ક્યારે મળશે ? આવું કેમ મળ્યું.....?” વગેરે મહિનાના મહિનાઓ ઈન્દ્રિયોને રુચિકર ન મળ્યું, ને અરુચિકર જ મળતું ગયું, છતાં પોતાના આત્મચિંતનમાં રક્ત પ્રભુને એનો કોઈ વિચાર સરખો નથી. ઇન્દ્રિયોની રુચિ સંભાળવાનું જીવન જ એમણે પડતું મૂક્યું છે. (૯) અખિન્ન :- જેમ સિંહ પોતાના કાર્યમાં ખેદ-કંટાળો લાવતો નથી, તેમ અરિહંતદેવે પણ સંયમમાર્ગની સાધનાને જ પોતાનું કાર્ય બનાવ્યું હોઈને એમને તેમાં કદીય ખેદ, કંટાળો, ઉકળાટ ઉગાદિ થતા નથી. એ સદા પ્રસન્ન અને પ્રશાન્ત હોય છે. સંયમમાર્ગમાં અહિંસાદિ મહાવ્રત અને સમિતિ-ગુપ્તિનું પાલન, ભિક્ષાચર્યા, વિહાર, કાયોત્સર્ગ વગેરે આવે. એમાં એમ નહિ કે પ્રારંભ - મારી પ્રસન્નતા અને પછી કષ્ટ, લંબાણ, ઉપદ્રવાદિ કારણે એ ઓછી આછી થતી આવે. ના, એ તો સદા પ્રસન્નતા, એકસરખી તો શું, પણ વધતી પ્રસન્નતા ! (૧૦) નિષ્ઠપ - જેવી રીતે સિંહ પોતાના ઈષ્ટ કાર્યમાં ચંચળ નહિ પણ સ્થિર હોય છે, એવી રીતે અર્હદ્ ભગવાન પણ ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે, એમાં લેશમાત્ર ચંચળતા નહિ, સહેજ પણ અલિત થવાની વાત નહિ. વચમાં કોઈ પણ બીજો સૂક્ષ્મ વિચાર કે બીજું કાર્ય ન પેસી શકે એટલી બધી એમની ધ્યાન-દઢતા હોય છે, મોટામોટા ઉપસર્ગોની ઝડી વરસતી હોય, તે ય દીર્ઘકાળ સતત ચાલુ હોય, તો પણ એની વચમાં લેશમાત્ર ધ્યાનભંગ થવા ન દેતાં, એ નિશ્ચલ ધ્યાનની ધારામાં મસ્ત હોય છે. આપણે ધ્યાનને ચાહીને કરવું પડે છે, ત્યારે એમણે જાણે એને આત્માના સ્વભાવભૂત-સહજ બનાવી દીધું હોય છે. ધ્યાતા સ્વાત્મા, ધ્યેય કોઈ તત્ત્વ, અને ધ્યાનક્રિયા, એ ત્રણેય એકરૂપ અભિન્ન બનાવાય તો આ સહજ છે. આ બનાવવા માટે દીર્ધકાળની ખૂબ આદર-ચીવટવાળી સાધના જાઈએ. સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146