________________
પરિશિષ્ટ નમુસ્કુર્ણ સૂત્રગત “પ્રભુ પુરુષસિંહ છે” એ વાતનું પરમતજ'માં સ્વ. પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજ સાહેબે કરેલું વિવેચન પુરુષસિંહ' એટલે સિંહ જેવા પુરુષ. અરિહંત ભગવાન સામાન્ય આત્મા નહિ, કિન્તુ સિંહ જેવા પ્રખ્યાત આત્મા છે. આ
ખ્યાતિ એમનામાં પ્રધાન કોટિના શૌર્યાદિ ગુણો હોવાને લીધે છે. તે ગુણો આ રીતે :
(૧) શૂર :- જેમ સિંહ એકલો પણ મોટમોટા હાથીઓથી જરા ય ગભરાયા વિના એમની સામે શૌર્ય દાખવનારો હોય છે, સિંહનો દેખાવ તો શું પણ એની એક ગર્જના માત્રથી હાથીઓના કલેજાં થડથડે, તેવી રીતે, ભગવાન પણ કર્મરૂપી શત્રુઓની સામે શૂર હોય છે, ગમે તેવા એના ભયંકર ઉદયમાં પણ લેશ માત્ર ગભરાયા વિના સામી છાતીએ ઊભા રહેનારા ! પ્રભુની અખંડ સૌમ્યભરી દેહમુદ્રા તો શું, પણ એમની શાંત સુધારસભરી અચલ નમણી દૃષ્ટિ ય એવી હોય છે કે કર્મના જાણે કલેજાં ફફડાવી નાખે. માત્ર ઉદયમાં આવતાં કર્મ સામે જ શૂર બનેલા હોય છે, એમ નહિ, પણ કર્મના ભાવી ઉદયને પણ જાણે કહે છે, આવો, હું ગભરાતો નથી, તમારો અંત લાવવા સજજ થયો છું.” એમની આ શૂરતા એટલા માટે પ્રસિદ્ધ છે કે ગમે તેવા ભયંકર કર્મના ઉપદ્રવમાં એ લેશમાત્ર નહિ ડગ્યા, નહિ ડર્યા કે દીન નહિ બન્યાનું પ્રસિદ્ધ છે.
(૨) દૂર - જેવી રીતે સિંહ હાથીઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે, તે પ્રમાણે પ્રભુ કર્મ શત્રુઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર (કડક) હોય છે, પોતાના કર્મોને પીસી નાખવામાં જરા ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org