Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 140
________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૭૫ સંવિગ્ન પાસે નહીં, કેમકે અસંવિગ્નગીતાર્થ યથાર્થ પ્રાયશ્ચિત્ત કહી શકે છે. (૪) ગીતાર્થોનો અને ગીતાર્થનિશ્રિતોનો એમ બે પ્રકારે જ વિહાર કહેવાય છે. (૫) ધર્મની ત્રણ પરીક્ષામાં, ઉક્ત આચારાદિ સાથે પૂર્વાપર અવિરુદ્ધ વચનને તપાસનાર તાપ પરીક્ષા જ મુખ્ય કરવામાં આવી છે એમ (૬) બાળ, મધ્યમ અને પંડિત જીવોમાંથી આગમવચનોને જોવા એ જ પંડિત જીવની પંડિતાઈ કહેવાઈ છે. (૭) આચારપાલન હોવા છતાં, ઉસૂત્રભાષણ કરનારા નિદ્વવાદિનો ધર્મશાસનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે આચારપાલનમાં શિથિલ બન્યા હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરનાર સંવિગ્નપાક્ષિકોનો ત્રીજા માર્ગ તરીકે નંબર ઊભો રખાયો છે. સંવિગ્નપાક્ષિકને થતી નિર્જરામાં મુખ્ય અપેક્ષા એના સૂત્રભાષણની જ હોવી દેખાડેલી છે. આ યથાર્થ વચનના કારણે જ એના વચનોને અવિકલ્પ તથાકારનો વિષય કહ્યા છે ( કશું વિચાર્યા વિના તહત્તિ કરવાના કહ્યા છે) જ્યારે સંવિગ્ન અગીતાર્થનાં વચનોને તેવા કહ્યા નથી. (૮) સર્વત્ર ઐદંપર્યાર્થ તરીકે “આજ્ઞા ધર્મે સાર:' એ પ્રમાણે જિનવચનરૂપ આજ્ઞાને જ પ્રધાન કરવામાં આવી છે, અહિંસા વગેરેને નહીં. પ્રથમ શ્લોકની વૃત્તિમાં “આલયવિહારાદિ જોઈને થતી સાધુતાની બુદ્ધિને ધર્મજનિકા' કહી છે. આમાં પ્રશ્ન થાય છે કે જે અત્યંત મુગ્ધ જેવી કક્ષાના બાળ જીવો હોય છે તેઓને આલયવિહારાદિગૂન્ય એવા પણ સાધુ વેશધારીને જોઈને “આ સાધુ મહારાજ છે” એવી અહોભાવયુક્ત બુદ્ધિ થઈ જાય છે. આ બુદ્ધિ શું તેઓને ધર્મજનિકા નહીં બને ? આવા પ્રશ્નનો જવાબ એવો લાગે છે કે સાધુવેશ જોઈને તેઓને જે અહોભાવ યુક્ત બુદ્ધિ થાય છે તે સાધુવેશ હોય એટલે વિશિષ્ટ સદાચારો હોય જ' એવી માન્યતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146