________________
બત્રીશી-૪, લેખાંક-૨૬
૨૭૩
આમ શ્રીજિનમાં મહત્ત્વની સ્થાપના કરીને અને જુદી જુદી અનેક રીતે આશંકિત મહત્ત્વાભાવનું નિરાકરણ કરીને છેવટે જિનમહત્ત્વ બત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે. પદાર્થ પર રાગદ્વેષ કરવાના નહીં, માત્ર સઘળા પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વભાવવાળા અને તેથી અનુપકારી પર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષણવાળા ભગવાન મહાન છે એવું મને લાગે છે. અથવા પદાર્થમાત્ર રસિક એટલે પદાર્થના વાસ્તવિક સ્વરૂપમાં રસિક, ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્' સૂત્રાનુસારે અન્યજીવો પર ઉપકાર કરવો એ જીવનું - પોતાનું સ્વરૂપ છે. તેના રસિક હોવાથી ભગવાન અનુપકારી પર પણ ઉપકાર કરે છે. એમ ‘ઉપયોગલક્ષણો જીવ:' અનુસારે સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વરૂપવાળા હોવાથી ભગવાન અગૂઢલક્ષણવાળા છે. આવા ભગવાન મહાન છે એવું મને લાગે છે. એ ભગવાન ના વાચક ‘અર્હમ્’ એ અક્ષરો જેના ચિત્તમાં હરહંમેશ સ્ફુરિત રહે છે તે ભવ્યજીવ, તે શબ્દબ્રહ્મથી પર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. અન્ય ધર્મીઓ હજારો વર્ષ સુધી યોગની ઉપાસના કર્યા કરો. હંત ! શ્રી અર્હન્ દેવની ઉપાસના વગર તેઓ પરમપદને પામવાના નથી. શ્રી અરિહંતદેવના ધ્યાનથી આ (સંસારી) આત્મા પરમાત્મપણું પામે છે, જેમ રસાનુવિદ્ધ તાંબુ સ્વર્ણપણું પામે છે. માટે આ અરિહંતદેવ જ પૂજ્ય છે, એ જ સ્મરણીય છે, એ જ આદરપૂર્વક સેવનીય છે. જો તમારામાં ચૈતન્ય છે (કદાગ્રહ પ્રેરિત પૂજ્યાપૂજ્ય વગેરેનો વિવેક કરવાની તૈયારીના પણ અભાવ રૂપ જો જડતા નથી) તો આ શ્રી અરિહંતદેવના શાસનમાં જ ભક્તિ કરવા જેવી છે. સારી જિંદગી શ્રુતસાગરમાં ડૂબકીઓ જે મારી છે એનાથી મને આ સારભૂત રત્ન પ્રાપ્ત થયું છે કે ‘શ્રી અરિહંત ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) અને સંપત્તિઓનું અથવા મોક્ષની સંપત્તિઓનું બીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org