Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 136
________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૭૧ હોવાથી અનુચિત ન હતાં, કારણ કે પ્રકૃષ્ટ પુણ્ય આ રીતે જ ભોગવાય છે. જેમકે – સ્વપુત્રની સાપ વગેરેથી રક્ષા કરવા માટે એને ખાડામાંથી ખેંચી કાઢવામાં બાળકની હડપચી - ઘૂંટણ વગેરે અંગો છોલાઈ પણ જાય. તો પણ માતા દોષપાત્ર નથી બનતી, તેમ પ્રસ્તુતમાં જાણવું, કારણ કે બન્નેમાં મોટા અનર્થથી બચાવવાનો ઉપકાર કરવાનો આશય છે. બાકી, જેનું વારણ અસંભવિત છે એવા અલ્પદોષ માત્રને આગળ કરીને બહુ ગુણકર કાર્યને પણ જો દુષ્ટ માનવાનું હોય તો ભગવાને ધર્મોપદેશ જે આપ્યો તે પણ દુષ્ટ ઠરી જશે, કારણકે આસન્નભવ્યોને એનાથી ઉપકાર થતો હોવા છતાં મિથ્યાત્વના મૂળભૂત બૌદ્ધદર્શનાદિ નયો પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. આમ ધર્મદેશનાથી પણ આટલો દોષ સંભવિત હોવાથી એને પણ અનુચિત પ્રવૃત્તિ કહેવી પડે જે યોગ્ય નથી. બૌદ્ધ : અમારા ભગવાન્ બુદ્ધનું એવું કુશળચિત્ત હતું કે “આ જગતના સઘળા પાપો મારામાં સંક્રાન્ત થઈ જાઓ અને મારા ધર્મથી જગના સઘળા જીવો મુક્ત થઈ જાઓ.” આમ સ્વધર્મથી જગન્ના જીવોની મુક્તિની ઇચ્છા અને તેઓના પાપ લઈ લઈને તેઓની દુઃખમુક્તિની ઇચ્છા...આવો શુભપરિણામ તમારા જિનને ન હોવાથી તેઓમાં મહત્ત્વ સંભવતું નથી. જૈન ઃ તમે કહ્યું એવું ચિત્ત એ અસંભવિતવાતની ઇચ્છારૂપ હોવાથી મોહનીયના ઉદયથી સંકળાયેલું હોય છે. જો આવી ઇચ્છાનો વિષય વાસ્તવિક હોય તો તો એક પણ બુદ્ધનો મોક્ષ થાય જ નહીં, કારણકે અન્યના પાપ પોતાનામાં સંક્રાન્ત થઈ ગયા હોય. પણ બુદ્ધનો મોક્ષ તો તમારા આગમોમાં કહ્યો જ છે. માટે જણાય છે કે આ વાત સંભવિત નથી. આમ અવિદ્યમાનવિષયવાળું એવું પણ આવું ચિત્ત જો કુશળ હોય તો તો “સર્વજીવોનું અજ્ઞાન મારામાં આવી જાઓ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146