________________
બત્રીશી-૪, લેખાંક-૨૬
૨૬૯
વિચિત્ર કર્મપરિણતિના કારણે બોધ ન પામે તો તેઓના જીવનનિર્વાહની યથાશક્તિ વ્યવસ્થા કરીને પછી તેઓની અનુજ્ઞા લઈ દીક્ષા લેવી. છતાં તેઓ રજા ન આપે તો દિલથી નિષ્કપટ રહી બહારથી માયા કરવી કે ‘હું અલ્પ આયુષ્યવાળો છું’ વગેરે જેથી તેઓ રજા આપે. ને છતાં તેઓ રજા ન આપે તો તેઓનો ત્યાગ કરવો. આ રીતે કરેલો તેઓનો ત્યાગ પણ વસ્તુતઃ ગ્લાનૌષધન્યાયે અત્યાગ જ છે. તે આ રીતે
-
માતા-પિતા જંગલમાં બિમાર પડી ગયા. ત્યાં ઔષધાદિની કોઈ સંભાવના નથી. સાથે રહેલો પુત્ર જંગલ બહાર આવેલા ગામમાંથી ઔષધ લાવવા જવા માટે ઇચ્છે છે. મા-બાપ એકદમ રડતાં રડતાં કહે છે – અમારી આવી હાલત છે ને તું અમને છોડી જવાની વાત કરે છે ? તું ચાલ્યો જાય તો પછી અમારું શું થાય ? પુત્ર વિચારે છે કે ‘જો એમની આ વાતથી અહીં રહી જઈશ તો ઔષધ વગર એમનો રોગ વધતો જશે. તેમ દિવસો જતાં મારું ભાથું પણ ખલાસ થઈ જશે. પછી હું પણ એમની સેવા શી રીતે કરી શકીશ ? અંતે અમે બધા મરી જઈશું...એના કરતાં શીઘ્રગામમાં જઈ મારું નવું ભાથું અને એમનું ઔષધ લઈ આવું તો અંતે બધા સુખેથી જંગલ પસાર કરી શકીશું...આ રીતે માતાપિતાને ઉપકારક ઔષધ લાવવા માટે કરાતો એમનો ત્યાગ એ વાસ્તવમાં જેમ અત્યાગ જ છે એમ પ્રસ્તુતમાં જાણવું, કારણકે પ્રવ્રજ્યા એ ભવરોગ માટે ઔષધરૂપ હોઈ સ્વપરને ઉપકારક છે.'
આશય એ છે કે સંસાર એ ભવાટવી જંગલ છે. એમાં રહેલા જીવોને રાગ-દ્વેષાદિ કે કર્મ વગેરે રૂપ રોગ વળગેલો છે જેના કારણે જીવ દુ:ખી દુ:ખી રહે છે. આ ભવરોગ છે. પ્રવ્રજ્યા આ રોગને મટાડી સંસારજંગલમાંથી પાર પમાડી મોક્ષનગરે પહોંચાડનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org