Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ માતા-પિતાની શુશ્રુષા એ ૨૬ પ્રવ્રજ્યાનું શ્રેષ્ઠ પ્રારંભમંગળ છે, કારણકે માતા-પિતા એ ધર્મપ્રવૃત્ત મનુષ્યો માટે મહત્ત્વનું પૂજાસ્થાન છે.' આવા બધા કારણે, માતા પિતાના ઉદ્વેગનો નિવારક હોવાથી પ્રભુવીરનો અભિગ્રહ ઉચિત હતો એ આપણે વિચારી રહ્યા છીએ. લેખાંક શંકા - મુમુક્ષુ ચારિત્ર લે એમાં એનો માતાપિતાને ઉદ્વેગ પમાડવાનો આશય હોતો નથી. એમાં પોતે નિમિત્ત બને છે એ વાત સાચી...પણ એમ તો એવા ઘણા અનિષ્ટોમાં નિમિત્ત બનાતું જ હોય છે, તો શું પ્રવ્રજ્યા લેવી જ નહીં ? માટે એવા કારણે જેમ પ્રવ્રજ્યા અન્યાય્ય બની જતી નથી એમ પ્રસ્તુતમાં પણ કાંઈ અન્યાય્ય બની જતી નથી. માટે આ રીતે પ્રવ્રજ્યાનો વિલંબ અયોગ્ય છે. સમાધાન - માતાપિતાનો ખેદ જેનાથી અટકે એવો ઉપાય શક્ય હોવા છતાં ન અજમાવવો, એમાં કૃતજ્ઞતા ગુણની હાનિ થાય છે, જે ઉચિત નથી. કહ્યું જ છે કે તે જ પુરુષ લોકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મગુરુનો પૂજક બને છે, અને તે જ શુદ્ધધર્મનું ભાજન બને છે જે માતાપિતાની સેવા કરીને પ્રવ્રજ્યા સ્વીકારે છે. શંકા - તો તો પછી જો માત-પિતા ખૂબ દુઃખી થતા હોય ને તેથી રજા ન આપતા હોય તો મુમુક્ષુએ એમનો ત્યાગ ન કરવો જોઈએ, ને દીક્ષા ન લેવી જોઈએ. સમાધાન - તમારી વાત બરાબર નથી, કારણકે શ્રી પંચસૂત્રત્રીજાસૂત્રમાં કહ્યું છે કે - માતાપિતા બોધ ન પામતા હોય તો કોઈપણ રીતે તેમને બોધ પમાડી પ્રવ્રજ્યાને અભિમુખ કરવા. તેમ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146