Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 131
________________ ૨૬૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ગતિમાંથી સારી ગતિમાં જાય છે. અહીં પાપનો સુધર્મરૂપે જે ઉલ્લેખ કર્યો છે તે “પુણ્યાનુબંધી હોવાથી ઉપચાર દ્વારા જાણવો. તીર્થંકરપણાનું પુણ્ય આ ચારમાંથી પ્રથમભંગવર્તી હોય છે. જન્મમહોત્સવ, રાજ્યભોગ વગેરેમાં ભોગવાતાં ભોગવાતાં શેષ બચેલું પણ તે પુણ્ય ઉચિતક્રિયાઓ કરાવવામાં જ કુશળ હોય છે. એટલે એ કર્મ એક ઉચિતક્રિયા રૂપે જ દાન દેવરાવે છે. શ્રી જિનનામકર્મ આવી અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. ને તેથી તે તે પ્રસંગે તે તે અવસરને ઉચિત પ્રવૃત્તિ એ કરાવે છે. આવી કેટલીક ઉચિત પ્રવૃત્તિઓમાંની એક છે – પ્રભુવીરનો ગર્ભાવસ્થામાં લીધેલો અભિગ્રહ. શંકા - “માતા-પિતાના જીવતા મારે દીક્ષા લેવી નહીં આવો પ્રભુવીરે ગર્ભાવસ્થામાં નિયમ લીધો હતો. આ નિયમ ચારિત્રને પ્રતિકૂળ હોવાથી ઉચિત શી રીતે કહેવાય ? સમાધાન - પ્રભુ માત-પિતાના ગાઢમમત્વને જાણે છે. પોતાની દીક્ષાના કારણે પુત્રવિરહનો ગાઢ ઉદ્વેગ મૃત્યુ સુધી પહોંચાડી શકે. શાસનના આદ્યપુરુષ-સ્થાપકપુરુષની દીક્ષાના અવસરે આ એક બહુ મોટું અપમંગળ થઈ જાય જે કોઈ રીતે ઉચિત નથી. વળી, પોતાનું ચારિત્રમોહનીયકર્મ સોપક્રમ છે. એટલે પ્રબળ વૈરાગ્યપ્રયુક્ત વિરતિપરિણામથી એ વિનાશ પામી જાય ને સંયમ મળી જાય એ પ્રભુ જાણે છે. તેથી, એ કર્મ વિનાશ ન પામી જાય એવું ગાઢ બને એ માટે પ્રભુએ આવો અભિગ્રહ લીધો. સામાન્યથી અભિગ્રહ ચારિત્ર લેવાનો હોય, નહીં લેવાનો નહીં. માટે એ દૃષ્ટિએ આ એક અવળા પુરુષાર્થ જેવું છે. છતાં એ ઉચિત પ્રવૃત્તિરૂપ એટલા માટે છે કે - (૧) એનાથી માતપિતાના ઉદ્વેગની અટકાયત થઈ. તથા માત-પિતાને ઉગ ન પહોંચાડવો એવો જગતુને સંદેશ આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146