________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
શંકા - દુનિયા મોટાભાગે દરિદ્રતાથી પીડાય છે. એટલે વિરાટ દુનિયામાં એટલા યાચકો હતા નહીં, એવું શી રીતે સંભવે ? સમાધાન : અહિંસામાં સિદ્ધયોગી એવા (=અહિંસાને જેમણે આત્મસાત્ કરી દીધી છે એવા)પ્રભુને પામીને હિંસક એવા પણ પશુ-પંખી જેમ પોતાના હિંસકભાવને છોડીને અહિંસક બની જાય છે. એમ સંતોષગુણમાં સિદ્ધયોગી એવા પ્રભુને પામીને યાચકો પણ સંતોષી બની જાય છે. આશય એ છે કે ધનગ્રહણ કરવાની ઇચ્છા જગાડનાર લોભમોહનીય વગેરે કર્મ બે પ્રકારનું હોય છે, સોપક્રમ અને નિરુપક્રમ. જે જીવોનું એ કર્મ માત્ર સોપક્રમ જ હોય છે એ જીવોનું એ કર્મ સંતોષગુણના સિદ્ધયોગી એવા પ્રભુસ્વરૂપ દ્રવ્યને પામીને શાંત થઈ જાય છે. (આપણાં કર્મો ઉદયમાં આવવા-ન આવવા ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અસર હોય છે.) આમ લોભજનક કર્મ શાંત થઈ ગયું એટલે એ જીવો સંતોષના પરમસુખને અનુભવે છે. ને તેથી ધનયાચના કરવાની ઇચ્છા પણ ઊભી રહેતી નથી. આ સિવાયના યાચકોને લોભજનક કર્મ જેટલા અંશે સોપક્રમ હોય છે એટલા અંશે તો શાંત જ થઈ જાય છે, અને જેટલા અંશે એ નિરુપક્રમ હોય છે એટલા અંશે એ શાંત થતું ન હોવાથી એને અનુરૂપ ધનની ઇચ્છા તેઓને ઊભી રહે છે, ને તેથી તેઓ એટલા અંશે ધનની યાચના કરે છે. માટે, દાન દેવાની બિલકુલ આવશ્યકતા જ રહેતી ન હોવાથી સર્વથા દાનાભાવ થઈ જાય એવું બનતું નથી.
૨૬૪
આમ શ્રીજિનને પામીને યાચકોને જો સોપક્રમકર્મ હોય તો ઇચ્છાશૂન્યતારૂપ સંતોષનું અને જો નિરુપક્રમ કર્મ હોય તો પરિમિત ઇચ્છારૂપ સંતોષનું સુખ પ્રાપ્ત થાય છે. વળી એ વખતે તેઓ ધર્મમાં રત બને છે. તેમજ તત્ત્વદર્શી બને છે. માટે શ્રીજિનેશ્વરદેવમાં જ સાચું મહત્ત્વ છે ને તેથી તેઓ જ જગદ્ગુરુ છે. એ વાત નિઃશંક જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org