________________
બત્રીશી-૩, લેખાંક-૨૨
૨૨૩ ભયવાળો હોય છે. આ જ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હોય છે. કારણ કે ગચ્છવાસમાં આવી ઉત્સર્ગ નિષિદ્ધ બાબતોનું સેવન અવારનવાર સંભવિત હોય છે. આ ગચ્છવાસભીરુતાના કારણે જ વિચિત્ર કર્મોદય વશાત્ જે એકાકી બન્યો હોય છે અને છતાં, સૂત્રને અનુસરવાની રુચિ ખસી ન હોવાથી, સૂત્રના સ્વમતિ મુજબ અર્થ કરી એ પ્રમાણે “હું શાસ્ત્રને અનુસરીને વર્તુ ” એવા આશ્વાસન સાથે પ્રવૃત્તિ કરે છે. તેની આ પ્રવૃત્તિઓ ઘણું ખરું તો અજ્ઞાન કષ્ટ રૂપે જ પરિણમે છે. તેમ છતાં, તેવા વિશેષ પ્રકારના પરિણામના કારણે ક્યારેક ક્યાંક આગમાનુસારી કૃત્યરૂપે પણ એ પરિણમે છે. આવા જીવોની બાદબાકી માટે અહીં ‘પ્રાયઃ” શબ્દ વપરાયો છે તે જાણવું. ભગવતી સૂત્રની વૃત્તિમાં આરાધકવિરાધક ચતુર્ભગીના અધિકારમાં આવા જીવોને દેશઆરાધક જણાવ્યા છે તે જાણવું.
આમ ગચ્છબાહ્ય થયા હોવા છતાં કેટલાક જીવો પરિણામ વિશેષના કારણે દેશ આરાધક હોય છે, ને તેનો વ્યવચ્છેદ કરવા પ્રાયઃ શબ્દ છે. એમ, કેટલાક વિદ્વાનો એમ પણ કહે છે કે પરિણામવિશેષના કારણે કો'કને ગચ્છ બહાર નીકળવા છતાં સર્વવિરતિ પણ સંભવિત છે. ને તેથી પ્રાયઃ શબ્દથી એનો પણ વ્યવચ્છેદ કરી શકાય. આમાં તેઓ દલીલ આપે છે કે પ્રસ્તુત શ્લોકમાં “પ્રાયઃ સવ્રતા?' ને પંચાશકજીના ઉક્ત શ્લોકમાં “પાય ણ તે સાહૂ આવો અન્વય હોવાથી, પ્રાયઃ શબ્દ, કોઈક વ્રત-સાધુ હોવા પણ સંભવે છે એમ જણાવે છે.
સ્વચ્છન્દાચારી બનેલા આ અગીતાર્થોને બીજો મોટો પ્રત્યપાય એ થાય છે કે હિતશિક્ષા આપનારા મધ્યસ્થ હિતેચ્છુઓ પ્રત્યે ‘તમે જ બરાબર ક્રિયા કરતા નથી, અમને શું સલાહ આપો છો ?' ઇત્યાદિ રૂપ કઠોર વચન બોલતા અને અજ્ઞાનના આવેશથી કઠોર આશયવાળા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org