________________
૨૪૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
સમાધાન - તો પ્રસ્તુતમાં પણ પ્રભુ અંગે સ્વરૂપવિશેષ જોઈને થતી મહાનતાની બુદ્ધિ પછી સ્મરણ-નમસ્કારાદિ જે થાય છે તેનાથી વિશેષ પ્રકારનું ફળ મળે છે, એમ જાણવું.
પ્રશ્ન : સમવસરણાદિ સમૃદ્ધિ જોઈને થતી “આ મહાન છે એવી મહત્ત્વબુદ્ધિ ધર્મજનિકા નથી, એ તમે કહ્યું. તો શું જોઈને મહત્ત્વબુદ્ધિ થાય તો એ ધર્મનિકા બને ?
ઉત્તર : વીતરાગપ્રભુનું સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યપ્રકાશસમાન એવું વચન એ જ એમનું વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે. એટલે કે આવું વચન જાણીને (આવું વચન બોલનારા) આ મહાન છે' આવી જે મહત્ત્વબુદ્ધિ થાય છે એ ધર્મજનિકા
છે.
જ્ઞાનમાં જે પદાર્થ ભાસે એની પ્રાપ્તિ થાય તો એ સંવાદી કહેવાય. નહીંતર એ વિસંવાદી કહેવાય. “આ રજત છે” એવું વચન સાંભળીને હાથ લંબાવ્યો. જો ચાંદી હાથમાં આવે તો આ સંવાદીવચન (યથાર્થવચન) કહેવાય. એના બદલે જો સુક્તિ (છીપલું) હાથમાં આવે તો એ વિસંવાદી (અયથાર્થ) વચન કહેવાય છે. વીતરાગપ્રભુના સર્વવચનો સંવાદી હોય છે.
જે વચન સ્યાદ્વાદમુદ્રાનું ઉલ્લંઘન કરતું ન હોય એ વચન ન્યાયસંગત હોય છે. એટલે કે ભેદ-અભેદ નિત્ય-અનિત્ય. એકઅનેક...વગેરે અંગે એકાન્તને જણાવનાર વચન એ ન્યાયસંગત નથી. જેમકે ઘડો અને ઘડાનું રૂપ.આ બે વચ્ચે એકાન્ત ભેદ (-જુદાપણું) જણાવનાર વચન ન્યાયસંગત નથી, કારણકે એકાન્ત ભેદ સંભવિત નથી. તે આ રીતે - કોઈપણ પદાર્થને બીજા પદાર્થમાં રહેવું હોય તો સંબંધ જોઈએ. જેમકે ઘડાને ભોંય (=ભૂતલ) પર રહેવું છે તો સંયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org