________________
૨૫૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આત્યંતર મલ એ દોષતુલ્ય જાણવો અને બાહ્યમલ એ આવરણ તુલ્ય જાણવો...કોઈક સુવર્ણમાં આ બન્ને મલ ઓછા હોય છે તો કોઈકમાં વધારે..આવું જોવા મળે છે. એનાથી સાબિત થાય છે કે સુવર્ણના શુદ્ધીકરણની પ્રક્રિયા ઓછા-વત્તા પ્રમાણમાં થઈ શકે છે. એ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બાહ્ય-અભ્યતર બન્ને મલ વધુ ને વધુ ક્ષીણ થતા જાય છે...આ પ્રક્રિયા વધતા વધતા એક એવી પરિસ્થિતિ આવે છે કે જેથી બન્ને મલ સંપૂર્ણ ક્ષીણ થઈ જાય છે અને સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ-૧૦૦ ટચનું થઈ જાય છે.
આવું જ આત્મા માટે છે. આત્મામાં અનાદિકાળથી અત્યંતગાઢ-સ્વભાવ જેવા બની ગયેલા રાગ-દ્વેષ વગેરે દોષો છે. છતાં વિશ્વમાં જોવા મળે છે કે કેટલાક આત્માઓમાં એ ઘણા પ્રબળ હોય છે તો કેટલાક આત્મામાં એ મંદ પડી ગયેલા હોય છે. (આવું જ આવરણકર્મ અંગે પણ જાણવું.) એટલે જણાય છે કે રાગાદિની હાનિ થાય એવી કોઈક પ્રક્રિયા હોવી જોઈએ જે વધારે પ્રમાણમાં જ્યાં થઈ હોય છે તે આત્મામાં રાગાદિનું જોર ઓછું થઈ ગયેલું હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ હેતુઓની ઉપાસના એ આ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયાને જો વધુ ને વધુ ચોકસાઈવાળી અને પ્રબળ કરવામાં આવે તો એક એવી પરિસ્થિતિ આવે છે કે એ આત્મામાંથી રાગ-દ્વેષ સર્વથા નિર્મુળ થઈ જાય છે અને એ આત્મા વીતરાગ બને છે. આ જ રીતે આવરણકર્મ પણ સંપૂર્ણતયા નિર્મૂળ થઈ શકે છે એનો અનુમાન પ્રયોગ જાણી લેવો. અહીં અનુમાન પ્રયોગ પણ કરી શકાય છે કે, દોષ અને આવરણ – આ બંને સંપૂર્ણ ક્ષીણ થનારી વસ્તુઓ છે, કારણકે અંશતઃ ક્ષીણ થનારી વસ્તુ છે, જેમકે સુવર્ણનો મલ. આમ સંપૂર્ણદોષધ્વસ શક્ય છે. જે આત્મામાં એ થાય છે એ આત્મામાં એ રૂપે મહત્ત્વ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org