________________
બત્રીશી-૪, લેખાંક-૨૫
૨૫૯
શંકા - જે જગત્કર્તા હોય તેનામાં મહાનતા રહે છે. વીતરાગ જગત્કર્તા નથી, માટે મહાનૂ નથી.
સમાધાન આ જગત્નો કોઈ કર્તા છે જ નહીં. માટે જે જગત્કર્તા હોય તેનામાં મહાનતા હોય આવી વાત બરાબર નથી.
શંકા - એક નાની કાગળની હોડી બનાવવી હોય તો પણ એને બનાવનાર કોઈક જોઈએ છે. એમ વિશ્વમાં ઘટ, પટ, મઠ, પુસ્તક વગેરે જે કાંઈ કાર્યો થાય છે એ દરેકના કુંભાર, વણકર વગેરે કર્તા હોય જ છે. આના પરથી નિશ્ચિત થાય છે કે જે કોઈ કાર્ય હોય છે તે કર્તુજન્ય જ હોય છે. તો ક્ષિતિ-પર્વત-નદી-ઝરણાં વગેરે પણ ઉત્પન્ન થયેલા હોવાથી ‘કાર્ય' રૂપ છે જ....ને કાર્યરૂપ છે માટે એ બધાનો કોઈક કર્તા હોવો જ જોઈએ. વળી આપણામાંથી જ એનો કોઈ કર્તા હોય એ સંભવતું નથી, કારણકે (૧) કર્તા એ જ બની શકે છે જેને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ હોય. આપણામાંથી કોઈને પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ નથી. તેથી આપણામાંથી કોઈ જ આત્મા પરમાણુમાંથી ક્ષણુક-ત્ર્યણુક આદિક્રમે ક્ષિતિ વગેરેનો કર્તા બની શકે એ સંભવિત નથી. (૨) વળી આપણા જેવા તો મારા-તમારા જેવા અનંતા આત્માઓ છે. એમાંથી કયા આત્માને કર્તા માનવો ? એમાં કોઈ વિનિગમક (નિશ્ચય કરાવી આપનાર દલીલ) નથી, માટે પણ આપણમાંથી તો કોઈ આત્માને કર્તા માની શકાતો નથી. તેથી ક્ષિતિ વગેરેરૂપ આ જગતના કર્તા તરીકે આપણા બધાથી વિલક્ષણ એવો એક અન્ય આત્મા કે જેને પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ હોય એ સિદ્ધ થાય છે. એ જગત્કર્તા છે, એ ઈશ્વર છે, એ મહાન છે.
સમાધાન
ઘટ-પટ વગેરે કાર્યરૂપ છે અને ક્ષિતિ વગેરે કાર્યરૂપ છે, એ વાત બરાબર છે. પણ એટલા માત્રથી, ઘટ-પટ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org