________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આમ પ્રભુનાં વચનો સંવાદી છે, ન્યાયસંગત છે અને કુતર્કરૂપી અંધકારને ભગાડનાર સૂર્ય જેવા છે. આવાં વચનો એ જ પ્રભુની મુખ્ય મહાનતા છે.
૨૫૨
૧૪૪૪ ગ્રન્થોના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજને પણ સમવસરણાદિ બાહ્ય સમૃદ્ધિના કારણે નહીં, પણ સંવાદી-યુક્તિ સંગત વચનોના કારણે જ પ્રભુની મુખ્ય મહાનતા માન્ય હતી એ વાત તેઓશ્રીના પક્ષપાતો 7 મે વીરે...' એ શ્લોકથી જણાય છે. તેઓશ્રીએ એ શ્લોકમાં જણાવ્યું છે કે – મને શ્રીવર્ધમાનસ્વામી પર પક્ષપાત નથી કે અન્યદર્શનના પ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી. (તો પછી, તમે શ્રીમહાવીરપ્રભુનાં વચનો સ્વીકારો છો અને કપિલ વગેરેનાં વચનો સ્વીકારતા નથી, આવો ભેદ કેમ ? એટલા માટે કે) જેનું વચન યુક્તિસંગત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. (અમને શ્રીવીરવિભુનાં વચનો યુક્તિસંગત લાગ્યા છે, માટે અમે એનો સ્વીકાર કરીએ છીએ.) આમ શ્રીમહાવીરદેવને ભગવાન્ તરીકે જે સ્વીકાર્યા છે અને કપિલ વગેરેને ભગવાન્ તરીકે જે નથી સ્વીકાર્યા એનું કારણ ‘પ્રભુ વીર પાસે સમવસરણાદિ સમૃદ્ધિ છે ને કપિલાદિ પાસે નથી' એવું ન જણાવતાં ‘પ્રભુનું વચન અવિસંવાદી છે ને કપિલાદિનું એવું નથી' એવું જ જે જણાવ્યું છે તેનાથી સૂચિત થાય છે કે સૂરિપુરંદરશ્રીહરિભદ્રસૂરિ મહારાજને પણ એ જ અભિપ્રેત છે કે ‘પ્રભુમાં જે અસાધારણ મહત્ત્વ છે તે અવિસંવાદીવચનરૂપે જ છે.’
વળી, શાસ્ત્રોમાં તો ‘અષ્ટ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય એ અર્હન્ (અરિહંત)' આવું કહેવા દ્વારા એ પણ સૂચવ્યું છે કે ‘કેવળજ્ઞાન વગેરે ક્ષાયિક ભાવોથી સહચરિત, જિનનામકર્મ વગે૨ે પુણ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પ્રકારના સંઘયણ-રૂપ-સત્ત્વ-સંસ્થાનગતિ-અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ .ઐશ્વર્ય.....વગેરે ઔયિકભાવના પ્રભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org