Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 120
________________ શ્રીતીર્થંકરદેવોના આત્મામાં લેખાંક વિશિષ્ટ સ્વભાવ પ્રયુક્ત મહત્ત્વ પણ તા ૨૫ | હોય છે, એનો ગયા લેખમાં ઉલ્લેખ | કરેલો. આ લેખમાં એની વિચારણા કરીએ...... જાત્યરત જ્યારે માટી વગેરેથી મલિન હોય છે ત્યારે પણ અન્ય અજાત્યરત કરતાં એમાં તથાસ્વભાવે જ કંઈક વિશેષતા હોય છે. એમ મિથ્યાત્વ વગેરે અર્વાગ્દશામાં પણ શ્રીજિનેશ્વર દેવો તથાસ્વભાવે જ અન્ય જીવો કરતાં વિશિષ્ટ હોય છે. અત્યંત પ્રકૃષ્ટ પરોપકાર વગેરે વિશિષ્ટ ગુણોને અનુરૂપ યોગ્યતા જો તેઓમાં પહેલેથી માનવામાં ન આવે તો એવા ગુણો એમનામાં કાળાન્તરે પણ ઉત્પન્ન થઈ શકે જ નહીં. મોરના ઈંડામાં ભલે વિશિષ્ટ રંગો પ્રગટેલા નથી હોતા. પણ એ યોગ્યતારૂપે તો માનવા જ પડે છે. નહીંતર તો એવા રંગો મરઘીમાં પણ કેમ પેદા ન થાય ? અથવા, જેમ આકાશમાં રૂપ-રસ-ગંધ વગેરેની યોગ્યતા જ નથી તો એ રૂપાદિ ક્યારેય ઉત્પન્ન થતા નથી, એમ જો શ્રી તીર્થંકરપ્રભુના આત્મામાં પણ વિશિષ્ટગુણોની યોગ્યતા ન હોય તો એ પ્રકૃષ્ટ પરોપકાર વગેરે વિશિષ્ટગુણો અન્યજીવની જેમ ક્યારેય પેદા થઈ શકે નહીં. પણ એ ક્રમશઃ થાય તો છે જ. એટલે માનવું જોઈએ કે તેઓના આત્મામાં આવા વિશિષ્ટગુણોની યોગ્યતારૂપ વિશેષ સ્વભાવ પ્રથમથી જ હોય છે. આવા વિશેષ સ્વભાવ પ્રયુક્ત મહત્ત્વ પણ પ્રભુમાં સંગત થઈ શકે છે. શંકા - “પૂર્વ મિથ્યાત્વ અવસ્થામાં પણ પ્રભુમાં વિશેષ સ્વભાવ હોય છે વગેરે તમે જે કહો છો એનાથી તો એ સૂચિત થાય છે કે તમારા ઈષ્ટદેવ નિત્યનિર્દોષ નથી, પણ પહેલાં મિથ્યાત્વાદિ દોષોથી ગ્રસિત હતા...ને પછી સાધનાદ્વારા દોષમુક્ત બન્યા. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146