________________
બત્રીશી-૪, લેખાંક-૨૪
૨૪૭
અલબત્, સમડી કાંઈ શ્રીઅરિહંત ભગવાન્ વગેરે પાંચ પરમેષ્ઠીનું વિશેષસ્વરૂપ જાણતી નહોતી, છતાં મૃત્યુ સમયે નવકાર સાંભળવાથી એને રાજકુમારી બનવા વગેરેનું ફળ મળ્યું. એમ શ્રીતીર્થંકરપ્રભુના વિશેષગુણોને જાણ્યા વિના પણ એમના અંગે ‘આ મહાન્ છે’ એવી જે બુદ્ધિ થાય છે એનાથી મુગ્ધજીવને વિશેષફળ મળે જ છે. સંપ્રતિરાજાનો જીવ ભિખારી ચારિત્રના વિશેષસ્વરૂપને જાણતો ન હોવા છતાં એના પરના બહુમાનથી રાજા બન્યો. આ બધું અવ્યક્તસમાધિનું ફળ કહેવાય છે. આ બધામાં બહુમાનભાવ કે મહાનતાની બુદ્ધિ વગેરે જે થયું છે તે, કોઈ વિશેષપ્રકારનું વિરલ સ્વરૂપ જોઈને થયેલ નથી...પણ શ્રી તીર્થંકરદેવ વગેરે રૂપ ચોક્કસવિષય (=વિષયવિશેષ) અંગે થયેલ છે, ને માટે જ એ ફળ મળ્યું છે. અન્યદેવાદિને નમસ્કારગર્ભિત બીજો કોઈ મંત્ર સમડીને સાંભળવા મળ્યો હોત તો એ રાજકુમારી ન થાત. મુગ્ધજીવને અન્ય કોઈ વ્યક્તિ વિશે ‘આ મહાન છે’ એવી વિશેષ પ્રકારે બુદ્ધિ થયેલી હોય તો કાંઈ વિશેષ ફળ મળે નહીં. ભિખારીને તાપસદીક્ષા વગેરે પર એવું બહુમાન જાગ્યું હોત તો કાંઈ એ સંપ્રતિ રાજા ન બનત. એટલે જેનાથી આવું અવ્યક્તસમાધિનું ફળ મળે છે તે મહત્ત્વબુદ્ધિ વગેરે માટે, એ બુદ્ધિ શું જોઈને થઈ છે ? એની મુખ્યતા હોતી નથી, પણ એ કોના અંગે થઈ રહી છે એ જ મહત્ત્વનું હોય છે. તથા અધ્યાત્મ ઉપનિષના પ્રથમ અધિકારની ૭૬ મી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યા પ્રમાણે આવું ફળ મળવામાં કદાગ્રહનો અભાવ પણ જરૂરી હોય છે, એ જાણવું.
શંકા - ‘આલયવિહારાદિથી તો માત્ર સાધુતાની અનુમાનાત્મક બુદ્ધિ થાય છે, વિશેષફળ તો એ બુદ્ધિ થયા પછી જે વંદનાદિ કરવામાં આવે છે, એનાથી મળે છે' આવું શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં સૂચવેલું છે. તો પ્રસ્તુતમાં પણ માત્ર મહાનતાની બુદ્ધિ જ શી રીતે ધર્મજનિકા બને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org