________________
બત્રીશી-૩, લેખાંક-૨૩
૨૩૯
વળી, ૫૧૩મા શ્લોકમાં કહ્યું છે કે – સુસાધુ (સર્વ કર્મમળ ધોવા દ્વારા) શુદ્ધ થાય છે, સમ્યક્ત્વાદિ ગુણોથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે. ચરણ-કરણમાં શિથિલ પણ જો સંવિગ્નપક્ષ રૂચિવાળો હોય તો તે પણ નિર્મળ થાય છે.” (મુનિને સાક્ષાત્ શુદ્ધિ ને અન્ય બેને પરંપરાએ જાણવી.) આમાં પણ શ્રાવકને પહેલાં ને સંવિગ્નપાક્ષિકને પછી જણાવ્યો છે.
વળી આરાધક-વિરાધક ચતુર્ભગીમાં, શ્રાવકને ઉપચારથી સર્વઆરાધક કહ્યો છે જ્યારે સંવિઝપાક્ષિકને દેશવિરાધક કહ્યો છે.
આ બધી બાબતો સૂચવે છે કે શ્રાવકપણું ઊંચું છે ને સંવિગ્નપાક્ષિકપણું નિમ્ન છે. જો કે આ વાત મૂળગુણમાં (વિશેષતઃ ચોથા વ્રતમાં) ગરબડ હોવાની અપેક્ષાએ જાણવી ઉચિત લાગે છે.
શંકા શ્રીહરિભદ્રસૂરિ મહારાજ તથા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ક્યાંક પોતાની જાતને સંવિગ્નપાક્ષિક તરીકે ઘોષિત કરેલી છે. તો શું આવા મહાત્માઓને પણ શ્રાવકથી નીચલી કક્ષાએ જાણવા? માટે એમને ઊંચી ભૂમિકાએ જ જાણવા જોઈએ. આ પાંચમા આરાના છેડા સુધી ફક્ત બકુશ-કુશીલ ચારિત્ર જ રહેવાનું છે. એટલે વર્યાન્તરાયકર્મના ઉદયથી ચારિત્રાચારમાં ઢીલાશ હોવા માત્રથી જો સંવિગ્નપાક્ષિક, શ્રાવક કરતાં નીચે હોય તો બકુશ-કુશીલ ચારિત્રવાળા સાધુઓને પણ છદ્દે ગુણઠાણે શી રીતે કહી શકાય ? એટલે, શત્રુથી લલચાયેલું બાળક પિતાને પૂછે છે કે હું ત્યાં જમવા જાઉં ?” તો તેના પિતા ગુસ્સાથી એમ કહે કે “ઝેર ખા ઝેર તો ત્યાં તે જવાબનો મતલબ એ નથી કે પિતા તેને ઝેર ખાવાની આજ્ઞા કરે છે. પરંતુ ત્યાં જવું એ ઝેર ખાવા બરાબર હોવાથી તે ત્યાં ન જા' એવો પિતાજીનો આશય સમજીને બાળક ત્યાં જતો નથી, એમ ચારિત્રાચારમાં શિથિલ થયેલ સાધુને ઉપદેશમાળા ગ્રન્થના માધ્યમથી ગુરુ એમ કહે કે “આ રીતે દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org