________________
૨૩૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ને સંવિગ્નગીતાર્થ આચરણ એમ ત્રિવિધ કહેવાયો છે, ને જ્ઞાનક્રિયાસમુદાય સ્વરૂપ સ્વયં (અનુપચરિત) માર્ગ સાધુ, શ્રાવક ને સંવિઝપાક્ષિક એમ ત્રિવિધ કહેવાયો છે એ જાણવું.
વળી બીજો એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રથમ સાધુમાર્ગ, બીજો શ્રાવકમાર્ગ ને ત્રીજો સંવિગ્નપાક્ષિકમાર્ગ.. એમ નંબરપૂર્વક ત્રણ માર્ગ કહ્યા છે. તો શું સંવિગ્નપાક્ષિક એ શ્રાવક કરતાં નિમ્ન માર્ગ છે?
આ પ્રશ્નનો જવાબ “હા” માં છે - શ્રાવકપણું ઊંચું છે ને સંવિગ્નપાક્ષિકપણું નિમ્ન. આમાં પ્રથમ કારણ તો એ જ કે એને ત્રીજા નંબરનો માર્ગ કહ્યો છે. જ્યારે શ્રાવકપણાને બીજા નંબરનો.
તથા, શ્રી ઉપદેશમાળામાં (૫૦૧માં) કહ્યું છે કે “જો ઉત્તરગુણ સહિત મૂળગુણોને ધારણ કરી શકતો ન હોય તો શ્રેયસ્કર એ છે કે (પોતાની જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિ એ) ત્રણ ભૂમિ સિવાયના પ્રદેશમાં રહી) સુશ્રાવકપણે પાળવું' તથા એની પ૨૨ મી ગાથામાં કહ્યું છે કે “અત્યંત નિર્ગુણી, ગીતાર્થોએ વારંવાર સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગના કારણે વેશ ન છોડે તો (ને કંઈક કોમળ ભાવવાળો હોય તો) (એને સમજાવાય છે) તું, સંવિગ્નપાક્ષિકપણું પાળ જેથી (ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરમાં) મોક્ષમાર્ગ પામી શકીશ.” આમાં પણ પ્રથમ વિકલ્પ તો વેશ છોડાવવાનો જ બતાવ્યો છે જે સંવિગ્નપાણિકપણાને નિમ્ન જણાવે છે. તથા, એના શ્લોક નં. ૫૦૨૫૦૩ માં જણાવ્યું છે કે – “પ્રભુપ્રતિમા, સુસાધુની પૂજામાં ઉદ્યમશીલ ને (દેશવિરતિના અણુવ્રતાદિ) આચાર પાલનમાં દઢ સુશ્રાવક વધુ સારો છે (પણ) સાધુવેશ ધારી રાખનાર સંયમભ્રષ્ટ જીવ નહીં.” “સર્વ (પાપ પ્રવૃત્તિઓની) પ્રતિજ્ઞા કરીને જે સર્વવિરતિ જાળવતો નથી એ સર્વવિરતિવાદી સર્વવિરતિ અને દેશવિરતિ બન્નેથી ચૂકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org