________________
૨૩૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવે છે એ જાણવું. ચોથામાં દ્રવ્યથી માર્ગભેદ છે. ભાવથી આચરણ અંશમાં માર્ગભેદ છે, પ્રરૂપણા-માન્યતા અંશમાં નથી. એટલે એનો આચાર વ્યવહારથી તાત્વિક માર્ગરૂપ છે. આરાધક વિરાધક ચતુર્ભગીમાંથી આ જીવોને બીજો દેશવિરાધક ભાંગો હોય છે, કારણ કે પ્રાપ્ત ચારિત્રનું અપાલન હોવા છતાં શ્રુત અખંડિત હોય છે.
દુષમકાળના પ્રભાવે શ્રતોક્ત કઠોર માર્ગ કરતાં સરળ એવો જે જીતવ્યવહાર રૂપ આચાર હીન હીન કાળમાં પળાય છે તેવો જ આચાર પૂર્વ પૂર્વના કાળમાં થયેલ સંવિગ્નપાલિકોનો પણ સંભવે છે. વળી બન્નેની શ્રુતક્તમાર્ગ પર શ્રદ્ધા તો સમાન રીતે અખંડિત હોય છે તો પછી એકના એ આચરણમાં સંપૂર્ણ ચારિત્ર પાલન અને બીજાના આચરણમાં ચારિત્ર પાલનનો અભાવ (શિથિલતા) એવો ભેદ કેમ ? એવા પ્રશ્નનો જવાબ આવો જાણવો કે આચરણ કેવું કઠોર યા અકઠોર છે એના પર ચારિત્રની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાનો આધાર નથી, પણ વીર્યના અનિગૂહન-નિગૂહન પર એનો આધાર છે. ઉપદેશમાલા (૩૮૪) માં કહ્યું છે કે સો વિય નિયપરમવવસાધવનં મહંતો મુહૂળ કૂડવરિષ્ય નક્ ગચંતો મસ ન “હીન સંઘયણ વગેરે કારણે યથોક્ત બજાવવાને જે અસમર્થ હોય તે પણ પોતાના પરાક્રમ=સંઘયણવીર્યથી શક્ય બાહ્ય પ્રવૃત્તિ તથા વૈર્યના બળને છૂપાવે નહિ, ને એમાં માયા પ્રપંચનો ત્યાગ કરી પ્રામાણિક પ્રયત્ન કરે તો નિયમા (જિનાજ્ઞા બજાવવાથી) સુસાધુ જ છે.” આના પરથી વીર્યને ગોપવવાનું ન હોય તો ચારિત્રપાલન સંપૂર્ણ રહે છે એ જણાય છે. જીતવ્યવહારમાં વીર્યનિગૂહન હોતું નથી માટે ચારિત્ર અખંડ રહે છે, સંવિગ્નપાક્ષિકમાં તે હોય છે માટે ચારિત્ર રહેતું નથી.
આ બત્રીશી અંગે એક પ્રશ્ન ઊઠે છે કે આ બત્રીશીના પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org