________________
૨૩૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વ્યક્તિના વચનમાં ક્યારેક તથાકાર કરવો ક્યારેક ન કરવો એવો વિકલ્પ એનાથી ધ્વનિત નથી થતો, કિન્તુ “અન્ય કેટલીક વ્યક્તિઓના (સંવિગ્ન પાક્ષિકના) વચનોમાં અવિકલ્પ તથાકાર કરવો અને શેષ અન્ય વ્યક્તિઓના વચનમાં વિકલ્પ તથાકાર કરવો” એવી વ્યવસ્થા એનાથી ધ્વનિત થાય છે. આ બાબતની વિવેચના ગ્રન્થકારે સામાચારી પ્રકરણમાં (શ્લોક-૩ર પુસ્તક પૃ. ૪૧) કરી છે. આમ સંવિગ્નપાક્ષિકના વચનમાં પણ અવિકલ્પ તથાકાર કરવાનો હોઈ એનો ધર્મ પણ માર્ગરૂપ છે જ. એટલે સંવિગ્નપાક્ષિક એ ત્રીજો માર્ગ છે. એમ સિદ્ધ થયું.
સાધુ-શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક આ ત્રણ મોક્ષના માર્ગ છે. શેષ ગૃહસ્થ, દ્રવ્યલિંગી અને કુલિંગી એ ત્રણ સંસારના માર્ગ છે. ઉપદેશમાલા (પ૨૦)માં કહ્યું છે કે તેના મિર્જીવિટ્ટી હિલિંકાલિંક વ્યતિષ્ઠિ નદ તિf ય મુવપદી, સંસારપ તથા તિUM . ૧૨૦ | બાકીના ગૃહલિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગથી (મનાયેલ ગુરુ) એ મિથ્યાદષ્ટિ છે. જેમ ત્રણ મોક્ષમાર્ગ છે એમ ત્રણ સંસાર માર્ગ જાણવા.
જેઓ સ્વયે ગુણી છે (સર્વવિરત અને દેશવિરત) તેઓ ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા છે, જેઓ ગુણોના રાગી છે (સંવિપાક્ષિક અને અવિરતસમ્યક્તી) તેઓ મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ સાધુઓ પર ગુણષી છે તેઓ અધમબુદ્ધિવાળા છે. આ વાત શાસ્ત્રોમાં વ્યક્તપણે સાંભળવા મળે છે અથવા સાધુપણું લીધેલા સાધુઓમાં જેઓ ગુણી છે (સંયમગુણથી યુક્ત છે) તેઓ (સુસાધુ) ઉત્કૃષ્ટબુદ્ધિવાળા છે, જેઓ ગુણરાગી છે (સ્વયં સંયમથી શિથિલ બન્યા છે, પણ સંયમગુણના રાગી છે) તેઓ (સંવિગ્નપાક્ષિક) મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ ગુણષી છે (સ્વયં સંયમથી શિથિલ થયા છે અને સાચા સંયમમાર્ગરૂપ ગુણના ષી છે) તેઓ અધમબુદ્ધિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org