________________
૨૪૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લઈને પ્રમાદી બનવા કરતાં તું સુશ્રાવક હોત તો સારું હતું. આ વચનનું તાત્પર્ય શિથિલ સાધુને ઘરભેગો કરવાનું નથી, પણ પ્રમાદ ને શિથિલતાને છોડાવવાનું જ છે. માટે સુશ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક નિમ્ન છે, આ વાત બરાબર નથી.
સમાધાન : શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વગેરેની વાત પછી સામાન્યથી વિચાર કરીએ તો તમે સંવિગ્નપાક્ષિકને ક્યા ગુણઠાણે માનો
છો ?
શંકા : કેમ ? છદ્દે ગુણઠાણે.
સમાધાન : સંવિગ્નપાક્ષિક જો છઠ્ઠા ગુણઠાણે હોય તો તો શ્રાવકથી ઊંચા જ હોય એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એમને છક્કે ગુણઠાણે રહેલા માની શકાતા નથી. કારણ કે (૧) પરસ્પર તરતમતાવાળા અસંખ્ય સંયમસ્થાનો છે. આમાંના સૌથી નીચલા સંયમસ્થાને હોય તો પણ એ સાધુ જ છે.. ને તેથી એનો પ્રથમ સાધુમાર્ગમાં જ સમાવેશ થઈ જવાથી એને ત્રીજા સંવિગ્નપાક્ષિક માર્ગ તરીકે સ્વતંત્ર કહેવાની જરૂર જ ન રહે. (૨) ઉપદેશમાળામાં (ગા. ૫૦૧) સંવિગ્નપાક્ષિકને મૂળગુણ અને ઉત્તરગુણ. બન્નેથી રહિત જણાવ્યા છે. જે મૂળગુણોથી પણ રહિત બની ગયો હોય એ છદ્દે ગુણઠાણે ટકી શકે જ નહીં. નહીંતર તો જે કોઈ વેશધારી હોય એ બધાને છટ્ટે ગુણઠાણે માનવાની આપત્તિ આવે. પાંચમા આરાના છેડા સુધી બકુશ-કુશીલ ચારિત્ર જે કહ્યું છે તે પણ, જેને પોતાના મૂળગુણોનો ભાંગીને ભુક્કો બોલાવી દીધો હોય એવા વેશધારીને સંભવતું નથી જ એ નિઃશંક છે. (૩) ગ્રન્થકારે આ બત્રીશીની ૨૮મી ગાથામાં સંવિગ્નપાક્ષિકને ત્રીજા સ્વતંત્રમાર્ગ તરીકે કેમ કહ્યો છે? એનું કારણ જણાવતા એમ કહ્યું છે કે – અસંયતને સંયત માનવાકહેવામાં પાપ છે, (વળી સંવિગ્નપાક્ષિક એ શ્રાવક તો નથી જ). માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org