________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
ભરોસા નહીં...આજે અનુકૂળ તો કાલે હેરાન-પરેશાન પણ કરી નાખે... માટે એ મને વળગી પડે એ પહેલાં જ મારે અહીંથી ભાગી જવું જોઈએ. ને તેથી, ભૂખ્યો હોવા છતાં...ને મધુર ભોજન હાજર થયું હોવા છતાં, એ થાળને અડ્યા વિના જ એ ભાગ્યો...થોડે દૂર ગયા પછી સંતોષ માન્યો કે હાશ ભૂતથી બચી ગયો.
૨૪૪
વસ્તુતઃ એ કલ્પવૃક્ષ હતું... પણ એની પિછાણ કલ્પવૃક્ષ તરીકે ન કરતાં ભૂતીયાવૃક્ષ તરીકે કરી, માટે કલ્પવૃક્ષના પ્રભાવે જે સમૃદ્ધિ વગેરે પામવી જોઈતી હતી એનાથી વંચિત રહ્યો. ભરવાડના હાથમાં પારસમણિ આવે તો પણ એની એ પારસમણિ તરીકે પિછાણ કરી શકતો ન હોવાથી, માત્ર ચમકતા પથ્થર તરીકે પિછાણ કરે છે ને તેથી બે-ચાર રૂપિયામાં વેંચી પણ દે છે.
એમ મહાપુરુષ પણ, જીવ માટે કલ્પવૃક્ષ સમાન છે...આત્માની અપાર સમૃદ્ધિના દ્વાર એમનો ભેટો થવા પર ખૂલી શકે છે... અથવા મહાપુરુષ એ પારસમણિ સમાન છે, જેનાથી આત્મારૂપી લોઢું પ૨માત્મારૂપી સુવર્ણ બની શકે છે. પણ જો જીવ એમને ‘મહાન્’ તરીકે પિછાણે જ નહીં, તો તેઓના આ પ્રભાવથી વંચિત રહે છે. એટલે મહાપુરુષનો યોગ થવા છતાં જીવનું વંચન થાય છે. આવું વંચન ન થાય એવી યોગ્યતા એ યોગાવંચક છે, (યોગઅવંચક છે.)
એટલે મહાપુરુષનો ભેટો થવા પર મહાન્ તરીકેની બુદ્ધિ થાય જ એવો નિયમ નથી. પણ જેને એવી બુદ્ધિ થાય છે, એને એ બુદ્ધિ ધર્મજનિકા બને છે.
શંકા-એમ તો કોઈ મોટા શ્રીમંત-વૈભવી પુરુષને જોઈને કે મોટા સત્તાધીશને જોઈને પણ કોઈકને ‘આ મહાન્ છે' એવી બુદ્ધિ થાય છે, તો શું એ બુદ્ધિ ધર્મજનિકા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org