________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
સંવિગ્નપક્ષ એ પણ એક ત્રીજો ધર્મ માર્ગ છે, કારણ કે સાધુ અને શ્રાદ્ધની જેમ સંવિગ્નપાક્ષિકની પણ આચારથી અવિસંવાદી પ્રવૃત્તિ સંભવી શકે છે. એટલે કે સાધુ અને શ્રાદ્ધની પોતપોતાના માટે શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ હોવાથી એ બે જેમ માર્ગરૂપ છે તેમ સંવિગ્નપાક્ષિકની પણ પોતાના માટે (ઉપદેશમાલા વગેરે) શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ સંભવિત હોવાથી એ પણ એક માર્ગ છે. ઉપદેશમાલા (૫૧૯)માં કહ્યું છે કે “સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગના કારણે સાધુધર્મ એ સર્વોત્તમ (મોક્ષમાર્ગ) છે. બીજો માર્ગ શ્રાવકધર્મ અને ત્રીજો માર્ગ સંવિગ્નપાક્ષિક ધર્મ છે. પાછલા બે ધર્મ મોક્ષમાર્ગરૂપ ‘ચારિત્ર’ની પ્રત્યે કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ બે પણ મોક્ષમાર્ગ છે. આ વાત યોગ્ય પણ છે, કારણ કે સંવિગ્નપાક્ષિકોને ‘યોગમાર્ગ' (યોગ એ જ માર્ગ યોગમાર્ગ) વિદ્યમાન હોવો અસંભવિત નથી. તે પણ એટલા માટે કે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્યથી યુક્ત વૃત્ત (શુદ્ધ પ્રરૂપણા-યથાશક્ય અનુષ્ઠાન વગેરે રૂપ) વિદ્યમાન હોવાના કારણે અધ્યાત્મ અને ભાવના યોગ પ્રવર્તવો બાધિત નથી.
૨૩૨
યોગબિન્દુ (૩૫૮) અને ૧૮મી યોગભેદદ્વાત્રિંશિકા (૨)માં અધ્યાત્મ અને ભાવના યોગના લક્ષણ આવા આપ્યા છે કે ‘ઉચિતપ્રવૃત્તિરૂપ ઔચિત્યથી અણુવ્રત/મહાવ્રત રૂપ વૃત્ત યુક્ત જીવનું, મૈત્ર્યાદિથી વણાયેલું જીવાદિપદાર્થો અંગેનું જે તત્ત્વચિંતન જિનવચનના આધારે ચાલે છે એ ‘અધ્યાત્મયોગ’ છે. આનો જ પ્રતિદિન વૃદ્ધિ પામતો અને મનઃસમાધિસંયુક્ત એવો પુનઃ પુનઃ અભ્યાસ એ ‘ભાવના યોગ’ છે. આ વ્યાખ્યાઓ પરથી જણાય છે કે આ બન્ને યોગમાર્ગ સાધુ કે શ્રાવકને હોય છે. તો સંવિગ્નપાક્ષિકને એ શી રીતે સંભવે ? આવા પ્રશ્નનો ઉત્તરયોગબિન્દુ ૩૬૯ મી ૧૯ મી યોગ વિવેક દ્વાત્રિંશિકા (૧૪)માં જણાવ્યું છે કે અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિને કારણમાં કાર્યનો ઉપચાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org