________________
લેખાંક
૨૨
સંવિગ્ન ગીતાર્થોએ પ્રવર્તાવેલા આચરણો પણ માર્ગરૂપ બને છે એ વાતને આપણે પૂર્વના લેખોમાં વિસ્તારથી જોઈ. આ સિવાયના પ્રવર્તેલા આચરણો માર્ગ બનતા નથી.
એટલે શિથિલાચારીઓનાં શિથિલ આચરણો એ માર્ગરૂપ નથી એ પણ આપણે જોયેલું હતું. એ શિથિલાચારીઓ સંવિગ્ન સાધુઓની નિંદા જે કરે છે તે ‘મિથ્યાત્વીઓ ગુણવાન છે' એવી માન્યતામાં ફલિત થતી હોવાથી મોટા દોષરૂપ છે. છતાં, એક તો આ કલિકાળ એ હોળી છે. અને એમાં ભસ્મગ્રહના ઉદયરૂપ ધૂળ ઊડી રહી છે. એટલે હોળીમાં જેમ હોળીનો રાજા ગધેડા પર બેસીને નાચે છે એમ અસંવિગ્નોનો નાચ (=બોલબાલા) આ કાલિકાળમાં જોવા મળે તો કાંઈ નવાઈ પામવા જેવું નથી.
Jain Education International
સુખશીલતા વગેરેના કારણે બાહ્ય આચારમાર્ગથી શિથિલ થયેલાઓના દોષ દેખાડ્યા. હવે બાહ્ય આચરણમાર્ગને મુખ્ય કરનારા, પણ શાસ્ત્રોક્ત માર્ગ છોડી સ્વેચ્છાચારી બનેલાના દોષ ગ્રન્થકાર દેખાડે છે. ‘સમુદાયમાં રહેવાથી કંઈક ક્લેશ-કલહ થાય છે. ગોચરી વગેરે સંબંધી નાના-મોટા દોષ લાગે છે...' આવા બધા અલ્પદોષથી ડરીને જેઓ સમુદાયનો ત્યાગ કરે છે ને સ્વચ્છંદચારી બને છે તે બાહ્ય આચારને પ્રધાન કરનારા અગીતાર્થો સંવિગ્ન જેવા દેખાતાં હોવા છતાં અસંવિગ્ન જેવા જ હોય છે. અર્થાત્ અસંવિગ્નશિથિલાચારી જેમ અનેક દોષોના ભોગ બને છે એમ આ સ્વેચ્છાચારીઓ પણ અનેક દોષોના ભોગ બને છે. એ જીવો ગૃહસ્થો સમક્ષ ‘પાસત્થા વગેરે શિથિલાચારીઓ અવંદનીય છે’ વગેરે કહે છે, પણ પોતે પણ યથાછંદપણાંના કારણે અવંદનીય છે.’ એ જાણતા નથી. આ તેઓની બહુ મોટી કદર્થના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org