________________
બત્રીશી-૩, લેખાંક-૨૧
૨૧૩ એ બધી દૂર થઈ જતી હોય (જેમ કે જુના હાઈવેની આસપાસ થયેલી વસ્તી ત્યાંથી સ્થાનાંતર કરીને બાયપાસ (નવા હાઈવે) પાસે ગોઠવાઈ ગઈ હોય] તો વર્તમાન બાયપાસને રદ કરીને પાછો જુનો હાઈવે ધમધમતો કરવો પડે ને !
આમ કોઈ એકાદ વ્યક્તિ કે ગ્રુપ-સમુદાય પોતાની મરજી મુજબ ચાલુ પરંપરાને કેન્સલ નહીં કરી શકતા હોવા છતાં, જો એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય તો (બહુસંખ્યક વિદ્યમાન સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ સાથે વિચાર-વિમર્શ કરીને) એને જરૂર કેન્સલ કરી શકે છે. એ નિશ્ચિત થયું.
પ્રશ્ન : પોતાના ગુરુવર્ય વગેરે પૂર્વજોએ લીધેલા નિર્ણયને ઉત્તરાધિકારીઓ આમ કેન્સલ કરી શકે ? ને એ કરવામાં એમને ગુરુદ્રોહ કરવાનો દોષ ન લાગે?
ઉત્તર : પરિસ્થિતિ એવી સર્જાયેલી હોય તો જરૂર કરી શકે. પરિસ્થિતિ બદલાય તો પુર્વપુરુષોએ બનાવેલા બાયપાસને ઉત્તરાધિકારીઓ શું કેન્સલ ન કરી શકે ? ને એ કરે એટલા માત્રથી એમને પુર્વપુરુષોનો દ્રોહ કરનારા કહેવાય? ચંડાશુગંડુ પંચાંગનો ઉપયોગ કરવાનો નિર્ણય પોતાના પૂર્વપુરુષોએ કરેલો હતો. વિ. સં. ૨૦૧૪માં વિદ્યમાન આચાર્ય ભગવંતો વગેરેએ એને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો જ હતો ને.... શું એ બધાને ગુન્દ્રોહ કરવાનો દોષ લાગ્યો છે ? ગુરુભગવંતોના કાળમાં જેવી પરિસ્થિતિ હોય એવી જ શિષ્યોના-પ્રશિષ્યોના કાળમાં પણ રહે એવો નિયમ તો નથી. એટલે પરિસ્થિતિ બદલાતા આચરણાઓ બદલવી પણ આવશ્યક બને જ. આજ સુધીમાં આવી રીતે સેંકડો આચરણાઓ બદલાયેલી જ છે ને !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org